જૂનાગઢ, તા.૧૭
જૂનાગઢ શહેર જિલ્લામાં વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં જોષીપરા સ્થિત વડલી ચોકમાં રહેતા ૬૦ વર્ષીય પુરૂષ અને તેમના પત્ની ઉ.વ.પ૮ બંને કોરોના પોઝિટિવ આવેલ છે. આ બંને પતિ-પત્ની અમદાવાદથી જૂનાગઢ આવેલ. જેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા કોન્ટેકટ ટ્રેસિંગ ચાલુ કરવામાં આવેલ છે જ્યારે મેંદરડામાં એક ૪૮ વર્ષીય મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવેલ છે. આ મહિલાના પતિ રાજકોટમાં પોઝિટિવ દર્દી તરીકે સારવાર લઈ રહ્યા છે. તેમજ ૪પ વર્ષીય પુરૂષ અને પ૭ વર્ષીય મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આમ આજે જૂનાગઢ શહેર જિલ્લામાં વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાતા જૂનાગઢ જિલ્લામાં કુલ નોંધાયેલ કેસની સંખ્યા ૪૩ થઈ ગઈ છે જેમાંથી ૩૦ને રજા આપવામાં આવી છે. એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે હાલમાં ૯ એક્ટીવ કેસ છે.