જૂનાગઢ, તા. ૭
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વ્યાપક વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજા જિલ્લા પર ઓળધોળ થઇ હેત વરસાવી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં સચરાચર વરસાદ વરસી રહયો છે. તેમાય માળીયાહાટીના તાલુકામાં તા. ૭ જૂલાઇ સવારનાં ૬ કલાક સુધીમાં મોસમનો કુલ વરસાદ ૬૧૮ મીલીમીટર નોંધાયો છે.
જિલ્લાનાં અન્ય તાલુકાનાં વરસાદનાં આંકડા જોઇએ તો તા. ૭ જૂલાઇ સવારનાં ૬ કલાક સુધીમાં જૂનાગઢ તાલુકામાં ૩૨૫ મીમી., કેશોદમાં ૫૬૧ મી.મી., ભેસાણમાં ૪૩૯ મી.મી., મેંદરડામાં ૪૭૫ મી.મી., માંગરોળ ૩૬૭ મી.મી., માણાવદર ૫૧૨ મી.મી., વંથલી ૩૩૮ મી.મી. અને વિસાવદર તાલુકામાં ૪૦૨ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું કલેકટર કચેરી ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા જણાવાયુ છે.