જૂનાગઢ, તા.૯
આજરોજ જાહેર થયેલ ધો.૧૦ના પરિણામમાં જૂનાગઢ જિલ્લાનું ૫૩.૭૫ ટકા પરિણામ આવેલ છે જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછુ છે.
જૂનાગઢ જિલ્લામાં ધો.૧૦ની પરીક્ષામાં નોંધાયેલા ૨૨૮૦૫ વિદ્યાર્થીઓમાંથી ૨૨૬૯૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જૂનાગઢમાંથી એ-વન ગ્રેડ મેળવનાર ૫૪ વિદ્યાર્થીઓ, એ-ટુ ગ્રેડ મેળવનાર ૭૩૪ વિદ્યાર્થીઓ, બી-વન ગ્રેડ મેળવનાર ૧૮૦૮ વિદ્યાર્થીઓ, બી-ટુ ગ્રેડ મેળવનાર ૩૧૭૩ વિદ્યાર્થીઓ, સી-વન ગ્રેડ મેળવનાર ૪૧૬૭ વિદ્યાર્થીઓ, સી-ટુ ગ્રેડ મેળવનાર ૨૦૯૨ વિદ્યાર્થીઓ, ડી-ગ્રેડ મેળવનાર ૧૬૮ વિદ્યાર્થીઓ, ઈ-વન ગ્રેડ મેળવનાર ૩૮૮૫ વિદ્યાર્થીઓ, ઈ-ટુ ગ્રેડ મેળવનાર ૬૬૧૩ વિદ્યાર્થીઓ રહ્યાં હતાં. જૂનાગઢનું ધો.૧૦નું પરિણામ ૫૩.૭૫ ટકા આવેલ છે. જે ગત પાંચ વર્ષની સરખામણીમાં ખૂબ જ નબળું અને ઓછું પરિણામ આવ્યું છે.