જૂનાગઢ, તા.ર
જૂનાગઢ પોલીસબેડામાં ફરજ બજાવતા એક કર્મચારીએ ઝેરી દવા પી લઈ અને આપઘાત કરી લેતા પોલીસબેડામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
આ અંગેની મળતી વિગત અનુસાર જૂનાગઢના બિલખા રોડ ઉપર એફએમ રેડિયો સ્ટેશન નજીક આવેલી પોલીસ લાઈનમાં રહેતા અને સીપીઆઈના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા એએસઆઈ દિલીપભાઈ મેણંદભાઈ ડાંગર (ઉ.વ.પપ)એ કોઈ કારણસર ઝેરી ટીકડા ખાઈ લેતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ બનાવની જાણ થતાં જ પોલીસબેડામાં તેમના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.