(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧૭
જૂનાગઢ, બીલખા અને વંથલી વિસ્તારમાંથી ત્રણ સગીરાનું અપહરણ થયાનું જાણવા મળેલ છે. જૂનાગઢના હાઉસિંગ બોર્ડ કોલોની વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર પુત્રીને અમદાવાદનો વિજય વાધુભાઈ નામનો દેવીપૂજક શખ્સ ભગાડી ગયો હોવાની પોલીસ ફરિયાદ થઈ છે. આ જ પ્રમાણે બીલખા પાસેના નવાગઢ ગામની સગીરાને વનાળા ગામનો દિલીપ વજસી સગર લલચાવી ફોસલાવીને ભગાડી જઈ તરૂણીનું અપહરણ કરી હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે. આ ઉપરાંત વંથલી પાસેના બંધનાથ વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને રાજુલાનો જીગો ઉર્ફે જીજ્ઞેશ વનરાજ જેઠવા નામનો ઈસમ ભગાડી ગયો હોવાની ફરિયાદ તરૂણીની માતાએ નોંધાવતા વંથલી પોલીસે આ શખ્સ અને કિશોરીની શોધખોળ હાથ ધરી છે.