જૂનાગઢ, તા.૧
જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરમાં આજે સવારે એક પુરૂષનો મૃતદેહ મળી આવતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
શહેરના નરસિંહ મહેતા સરોવર ખાતે એક મૃતદેહ પડ્યો હોવાની જાણ ફાયર વિભાગ અને પોલીસ વિભાગને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
શહેરના નરસિંહ મહેતા ખાતે એક મૃતદેહ પડ્યો હોવાની જાણ ફાયર વિભાગ અને પોલીસ વિભાગને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગના કમલેશભાઈ પુરોહિત અને ટીમ દ્વારા જહેમત ઉઠાવી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પચાસેક વર્ષની ઉંમરના પુરૂષે પેન્ટ-શર્ટ પહેરેલ છે અને જનોઈ અને કંઠી ધારણ કરેલ છે. પ્રાથમિક દૃષ્ટિએ ઓળખ પ્રાપ્ત થઈ ન હતી. મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ છે અને તેની ઓળખ સંબંધી તપાસ પોલીસ ચલાવી રહી છે.