જૂનાગઢ,તા.રર
જૂનાગઢ શહેર જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાની ઝડપ વધી રહી છે હવે દરરોજના સરેરાશ બેથી ત્રણ કેસ બહાર આવી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં કોરોનાના પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં શીશુમંગલ ક્રોસ રોડ, મહાકાલ મંદિર પાસે રહેતા પુરૂષ (ઉ.વ.૭ર), ઓઘડનગર, જોષીપુરા ખાતે રહેતા પુરૂષ (ઉ.વ.૭ર) તેમજ સીલ્વર પાર્ક સોસાયટી ઝાંઝરડા રોડ ચોકડી પાસે રહેતા પુરૂષ (ઉ.વ.૩ર) ખોડિયારનગર હેનવન સોસાયટી ખામધ્રોલ રોડ ખાતે રહેતા યુવાન (ઉ.વ.ર૮) અને બ્લોક નં. ૬૬, રાધિકા એપાર્ટમેન્ટ, પાસે મંગલધામ ખાતે રહેતા પુરૂષ (ઉ.વ.પ૪) મળી કુલ પ વ્યકિત આજે કોરોના પોઝિટીવનો સમાવેશ થાય છે. તે સાથે જૂનાગઢ શહેરમાં અત્યાર સુધી કુલ નોંધાયેલા કેસની સંખ્યા પ૭ થઈ ગઈ છે. જયારે એકિટવ કેસની સંખ્યા રર થઈ ગઈ છે જેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જયારે ૩૪ વ્યકિત સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.
દરમ્યાનમાં ગઈકાલે જૂનાગઢ શહેરમાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ જનતા લોજમાં એક વ્યકિત કોરોના પોઝિટિવ આવતા સમગ્રા જનતા લોજને સેનીટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.