જૂનાગઢ, તા.૭
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘસવારી ચાલુ છે. દિવસ દરમ્યાન હળવાથી ભારે વરસાદનો દોર રહ્યો હતો. વિલીંગ્ડન ડેમ, આણંદપુર ડેમ, બાંટવા ખારો, ઓઝત, શાપુર, ઓઝત વંથલી, સાબલી, રાવલ ડેમ ઓવરફલો થઈ ગયા છે અને ધીમીધારે વરસાદનું આગમન આજે પણ રહ્યું છે. વહેલી સવારે એકધારો વરસાદ પડ્યો હતો. જૂનાગઢ શહેર અને જિલ્લાના વિવિધ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયાના અહેવાલ છે.
જૂનાગઢ જિલ્લા ફલ્ડ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતાં ર૪ કલાક દરમ્યાન કેશોદમાં પ૧ મીમી, જૂનાગઢ સિટી રર મીમી, જૂનાગઢ ગ્રામ્ય રર મીમી, ભેંસાણ ર૬ મીમી, મેંદરડા ૩પ મીમી, માંગરોળ ૬૮ મીમી, માણાવદર ૬૮ મીમી, માળિયા હાટીના ૪૭ મીમી, વંથલી ૪ર મીમી અને વિસાવદર ૩૮ મીમી જેવો વરસાદ નોંધાયો છે.
જ્યારે આજે સવારે ૬થી ૮ દરમ્યાન પુરા થતા ર૪ કલાક દરમ્યાન કેશોદમાં ૧પ મીમી, જૂનાગઢ સિટી ર૬ મીમી, જૂનાગઢ ગ્રામ્ય ર૬ મીમી, ભેંસાણ ૩ મીમી, મેંદરડા ૧૪ મીમી, માંગરોળ ૪ મીમી, માણાવદર પપ મીમી, માળિયા હાટીના બે મીમી, વંથલી ૪૦ મીમી અને વિસાવદર પાંચ મીમી વરસાદ નોંધાયો છે.