જૂનાગઢ, તા.૧૯
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીની ધીમીગતિથી શરૂઆત થઈ ચુકી છે. આજે સોરઠવાસીઓએ ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો. લઘુત્તમ તાપમાનમાં પણ હવે ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો જોરદાર રીતે ગગડ્યો હતો. જૂનાગઢ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજનું મહત્તમ તાપમાન ૨૦.૮, લઘુત્તમ તાપમાન ૧૮.૬, ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક ૩.૫ની રહી હતી. ગત રાત્રીથી જ ટાઢોડું પ્રસરી ગયું હતું. આજે વહેલી સવારે પણ ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. પરોઢીયાના સમયે ઝાકળ અને ધુમ્મસનું પ્રમાણ પણ વધુ જોવા મળ્યું હતું. જ્યારે ગિરનાર પર્વત ઉપર ૧૫ ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતુ. હવામાન વિભાગના કહેવા મુજબ જ લઘુત્તમ તાપમાનમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. લઘુત્તમ તાપમાન હજુ પણ ઘટી શકે છે. આગામી ૪૮ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં પરંતુ ત્યારબાદ તેમા ઘટાડો થઈ શકે છે.
જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીનો ચમકારો ગિરનાર પર્વત ઉપર ૧૫ ડિગ્રી તામાન

Recent Comments