જૂનાગઢ,તા.૭
અરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય થયું છે. જેના કારણે દિવસ દરમ્યાન જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. ઠારનું પ્રમાણ વધ્યું છે. પોરબંદર અને વેરાવળમાં વરસાદના છાંટા પડ્યા હતા. બંદરો ઉપર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વેરાવળમાં રાત્રીના હળવા વરસાદી છાંટા વરસ્યા હતા. સવારથી જૂનાગઢ તેમજ સોરઠ અને સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો તથા ગ્રામ્ય વિસ્તારમાં અને પોરબંદર શહેર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. શહેરમાં બપોરે હળવા છાંટા પડતા માર્ગો ભીના થઈ ગયા હતા અને વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું. વાતાવરણમાં પલટાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાનનો ફરી એકવાર પલટો જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ થયો છે. છેલ્લા ર૪ કલાક દરમ્યાન સૌરાષ્ટ્રના જિલ્લાઓના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે. બીજી બાજુ હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્ર કચ્છના જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, કચ્છ જેવા ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગના કહેવા મુજબ ઠંડીમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આગામી બે-ત્રણ દિવસ દરમ્યાન ઠંડીમાં વધારો થશે. હાલમાં તબીબો પાસે જુદા-જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેક્શન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે.
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો : ક્યાંક હળવા વરસાદી છાંટા

Recent Comments