સુરેન્દ્રનગર, તા.૧ર
સુરેન્દ્રનગર જિલ્લામાં દિનપ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળી બની છે. જ્યારે જિલ્લામાં ખાસ કરીને રોજ બરોજ જૂથ અથડામણના બનાવો સતત સામે આવી રહ્યા છે ત્યારે ખાસ કરી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જૂથ અથડામણના બનાવો વધી રહ્યા છે તે પોલીસ માટે પણ ચિંતાનો વિષય બની જવા પામ્યો છે. ત્યારે ખાસ કરી જિલ્લાના ચુડા અને લીમડીના આજુબાજુના વિસ્તારમાં જૂથ અથડામણના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કંથારીયા ગામે અથડામણનો બનાવ સામે આવ્યો છે અને ખાસ કરી વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લા ના ચુડા ના કંથારીયા ગામે મોડી રાત્રે કંથારિયા ગામમાં રહેતા નાગરભાઈ ભીમાંભાઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જૂની અદાવત અને અંગત અદાવતના પગલે સાત લોકો દ્વારા તીક્ષ્ણ હથિયારથી નાગરભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને માર મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા તથા અન્ય ત્રણ કમલેશ નાગરભાઈ તેમજ મુકેશ નાગરભાઈ તેમજ એક મહિલા સહિત ત્રણને ઈજા થવા પામેલ છે.