મોડાસા,તા.ર૩
એસઓજી અરવલ્લીએ જૂની-નવી ચલણી નોટોની અદલ-બદલ માટે ભેગા થયેલ ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. મુકેશભાઈ સોમાભાઈ પરમારે (રહે. ભાટકોટા તા. મેઘરજ) પોતાની એક ઓળખતી સુનિલ નામની વ્યકિત પાસે ટીંટોઈ તથા હિંમતનગર ખાતેના ગોડાઉનમાં આશરે ૧૭૦૦ કરોડ રૂપિયાની જુની ચલણી નોટો પડેલ છે. જે ૧રથી ૧૮ ટકા જેટલા કમિશનમાં નવી ચલણી નોટોમાં બદલી નાંખી આર્થિક ફાયદો મેળવવા પોતાના સૂત્રોના માધ્યમથી સાતથી આઠ માણસોને દલાલીની લાલચ આપી કોઈ મોટી રકમ ધરાવતી પાર્ટી હોય તો વિશ્વાસમાં લઈ બોલાવવાનું આયોજન કરતા હતા. જે પાછળ કોઈ મોટા ગંભીર ગુનાનો ગર્ભિત ઈરાદો હોવાનુંનકારી શકાય નહીં એસઓજી પોલીસને મળેલ સમયસરની બાતમી તથા ત્વરીત કાર્યવાહીને કારણે કોઈ ઈસમ ભોગ બને તે પહેલા જ સમગ્ર આયોજનનો પદાફાર્શ થયેલ છે.પોલીસની સતર્કતાના કારણે જુની નવી નોટો બદલવાની આડમાં કોઈ મોટા ગુનાને અંજામ આપવાના પ્રયાસને નાકામ બનાવવામાં આવેલ છે. સ્થળ પરથી ઈન્ડિકા ગાડી નંબર જી.જે.૦૧ એચ.સી. ૮૪પર અંદાજે કિ. રૂા.ર,૦૦,૦૦૦/- તથા મોબાઈલ મળી કુલ કિં રૂા.ર,૦૩,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ શંકાસ્પદ ઈસમો નામે મુકેશભાઈ સોમાભાઈ પરમાર, મુકેશભાઈ ધનાભાઈ વણકર રાણાભાઈ હીરાભાઈ ચૌહાણને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.