વોશિંગ્ટન,તા.૨૪
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને પોતાની નવી કેબિનેટની જાહેરાત કરી છે. બિડેન ૨૦ જાન્યુઆરીએ કાર્યભાર ગ્રહણ કરશે પરંતુ તેમણે પોતાની કેબિનેટની રૂપરેખા તૈયાર કરવાનું શરૂ કરી દીધુ છે. બિડેને પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમયના રાજનાયિક એન્ટની બ્લિંકનને વિદેશ મંત્રી નિયુક્ત કર્યા છે. બિડેન તંત્રમાં જેક સુલિવનને પણ જગ્યા મળી છે. બિડેને સુલિવનને પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિયુક્ત કર્યા છે. આ સાથે જ અલેજાંદ્રો મેયરકાસને આંતરિક સુરક્ષાની જવાબદારી આપવામાં આવી છે. બિડેન તંત્રમાં ૫૮ વર્ષીય બ્લિંકેન અમેરિકાના વિદેશ મંત્રી હશે. ટ્રમ્પ તંત્રમાં તેની જવાબદારી માઇક પોમ્પિઓ ઉપર છે. ૨૦ જાન્યુઆરી બાદ બ્લિંકન વિદેશ મંત્રાલયમાં પોમ્પિઓનું સ્થાન ગ્રહણ કરશે. બ્લિંકન પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં તેમના તંત્રનો ભાગ રહી ચુક્યા છે. ૨૦૨૦ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બ્લિંકન બિડેનની વિદેશ નીતિના સલાહકાર પણ છે. વિદેશ મંત્રીની જાહેરાત પર બ્લિંકને પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ કે તે પોતાનું કામ એક મિશનની જેમ લેશે, તેમણે કહ્યુ કે તે પોતાની જવાબદારીઓને સારી રીતે નીભાવશે. જેક સુલિવન બિડેન તંત્રનો ભાગ હશે. રાષ્ટ્રપતિ બિડેને સુલિવનને પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિયુક્ત કર્યા છે. અમેરિકન તંત્રમાં એનએસએની મુખ્ય ભૂમિકા રહે છે. દેશની સુરક્ષામાં તેમની મુખ્ય ભૂમિકા હોય છે. સુલિવને પોતાની નિયુક્તિ બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં કહ્યુ કે જો બિડેને તેમણે શીખવાડ્યુ છે કે દેશની સુરક્ષા કેવી રીતે કરવામાં આવે છે. સુલિવને કહ્યુ કે એનએસએ તરીકે તે દરેક ઉપાય કરશે, જેનાથી અમેરિકા સુરક્ષિત રહે. અલેજાંદ્રો મેયરકસને અમેરિકાના આંતરિક સુરક્ષાની જવાબદારી મળશે. વર્તમાન સમયમાં અમેરિકામાં આંતરિક સુરક્ષા ઘણી મહત્વની છે. ખાસ કરીને ત્યારે જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના સમયે અશ્વેત આંદોલન ઘણુ હિંસક બની ગયુ હતું. એવામાં અમેરિકાની આંતરિક સુરક્ષા એક મોટો પડકાર હશે. મેયરકસનો પરિવાર અમેરિકામાં રેફ્યૂજી તરીકે રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ બિડેને દાવો કર્યો હતો કે તેમના મંત્રી મંડળ અમેરિકાની જેમ દેખાશે. બિડેને કહ્યુ હતું કે દેશના આધુનિક ઇતિહાસમાં સૌથી વિવિધ હશે.