(એજન્સી) નવી દિલ્હી, તા.૨
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીદારો સંજયસિંહ, રાઘવ ચઢ્ઢા અને આશુતોષે તેમની સામે કરવામાં આવેલા બદનક્ષીના કેસના સંદર્ભમાં કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલી પાસે માફી માગી છે પરંતુ કુમાર વિશ્વાસે માફી માગવાનો ઇનકાર કર્યોે છે. જેટલીને પાઠવેલા એક સંયુક્ત પત્રમાં કેજરીવાલે નાણા પ્રધાન સામે મુકેલા બધા આરોપો પાછા ખેંચ્‌યા છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જેટલીએ કેજરીવાલનીમાફી સ્વીકારીલીધીછે. કેજરીવાલે એવું પણ જણાવ્યું છે કે જેટલી સામે મુકાયેલા બધા આરોપ ખોટી માહિતી પર આધારિત હતા અને તાજેતરમાં જ પાયાવગરના જણાયા છે. કેજરીવાલ અને તેમના આમઆદમી પાર્ટીના અન્ય નેતાઓએ જેટલી સામે એવો આરોપ મૂુક્યોહતો કે ડીડીસીએના અધ્યક્ષપદે રહીને તેમણે ભ્રષ્ટાચાર કર્યો હતો. આ આરોપ બાદ જેટલીએ આપના નેતાઓ સામે ૧૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો કેસ કર્યો હતો.
કેજરીવાલે માફીનાંમામાં જેટલીને લખ્યું છે કે તેમણે મુકેલા આરોપોથી તમને તમારા પરિવારને અને તમારી છબીને જે કંઇ નુકસાન થયું છે, તેના માટે હું તમારી અને તમારા પરિવાર પાસે માફી માગું છું. બદનક્ષીના કેસની સુનાવણી દરમિયાન દિલ્હી હાઇકોર્ટમાં કેજરીવાલના વકીલ રામ જેઠમલાણીએ જેટલી સામે દ્વેષપૂર્ણ નિવદેન કર્યું હતું. આ બાબતે જેટલીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, જેઠમલાણીના નિવેદન વિશે તેમને કોઇ જાણકારી નથી.
કેજરીવાલે ખોટા આરોપ મૂક્યા
હોવાનું પુરવાર થયું : ભાજપ
દિલ્હી ભાજપે તેના ટિ્‌વટર એકાઉન્ટ પર જણાવ્યું છે કે જેટલીપાસે માફી માગીને કેજરીવાલે ફરી એક વાર એવું પુરવાર કરી દીધું છે કે, તેમણે નક્કર પુરાવા વગર અને રાજકીય લાભ ખાટવા માટે જેટલી સામે ખોટા આરોપો મુક્યા હતા. ભાજપે એવોે પ્રશ્ન પણ કર્યો કે શું કેજરીવાલ જેવી વ્યક્તિને મુખ્યપ્રધાન પદે ચાલુ રહેવાનો કોઇ અધિકાર છે.
જેટલીએ કેજરીવાલને માફ કરી દીધા, કેસ પાછો ખેંચવાનું હજી બાકી
અરૂણ જેટલીએ તેમના દ્વારા દાખલ કરવામાં આવેલા બદનક્ષીના કેસમાં કેજરીવાલે માફી માગી હોવાથી જેટલીએ તેમને માફ કરી દીધા છે. જોકે, જેટલીએ બદનક્ષીનો કેસ હજી સુધી પાછો ખેંચ્યો નહીં હોવાનું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.