(એજન્સી) પટણા, તા.૧૩
ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવીએ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. આ ઘટસ્ફોટમાં રાબડી દેવીએ એવો દાવો કર્યો છે કે ચૂંટણી વ્યૂહરચનાકારમાંથી જેડીયુના રાજકારણી બનેલા પ્રશાંત કિશોરે તેમની અને તેમના પતિ સાથે ઓછામાં ઓછા પાંચ વાર મુલાકાત કરી હતી અને રાજદ સાથે તેમના પક્ષના મર્જરની વિનંતી કરી હતી. રાબડી દેવીએ જણાવ્યું કે પ્રશાંત કિશોર મોટા ભાગે તેમને તેમના ૧૦, સર્ક્યુલર રોડ ખાતે આવેલા નિવાસસ્થાને મળ્યા હતા અને એક કે બે વાર પાંચ, દેશરત્ન માર્ગ પર આવેલા બંગલા ખાતે મળ્યા હતા. આ બંગલો તેમના પુત્ર તેજસ્વી યાદવને ફાળવવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી દ્વારા રાબડી દેવીને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે અહીં તૈનાત કરવામાં આવેલા સુરક્ષા કર્મચારીઓ અને અમારો બધો સ્ટાફ તેના સાક્ષી છે. પ્રશાંત કિશોર ઓછામાં ઓછી પાંચ વાર અમને મળ્યા હતા. રાબડી દેવીએ વાંરવાર એવો દાવો કર્યો કે બિહારના મુખ્યપ્રધાન અને જેડીયુના વડા નીતિશ કુમાર પરત આવવા માગે છે. નીતિશ કુમારે એવું પણ કહ્યું હતું કે હું ૨૦૨૨માં સીએમ તરીકે તેજસ્વીને જોવા માગું છું અને તમે મને પીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરો. અમારૂં ગઠબંધન તૂટી ગયા બાદ પણ પ્રશાંત કિશોર અમને મળવા માટે પાંચ વાર આવ્યા હતા. જોકે, પ્રશાંત કિશોરે રાબડી દેવીએ કરેલો દાવો નકારી કાઢ્યો છે. કિશોરે એવું ટિ્વટ કર્યું કે જેમને દોષિત ઠરાવવામાં આવ્યા છે અથવા જાહેર હોદ્દાનો દુરૂપયોગ અને ભંડોળની ઉચાપત કરવાના આરોપોનો સામનો કરી રહ્યા છે, તેઓ સત્યના સંરક્ષક હોવાનો દાવો કરી રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે લાલુ પ્રસાદજી ઇચ્છે ત્યારે તેઓ મારી સાથે મીડિયાને સંબોધન કરી શકે છે. બધાને ખબર પડી જશે કે મારી અને તેમની વચ્ચે શું વાત થઇ અને કોણે કઇ ઓફર કરી હતી.
જેડીયુ-આરજેડી જોડાણ માટે પ્રશાંત કિશોર પાંચ વાર તેમને મળ્યાના દાવા કરતા રાબડી દેવીના ચોંકાવનારા ઘટસ્ફોટ બાદ વાકયુદ્ધ છેડાયું

Recent Comments