નવી દિલ્હી,તા.૧૪
કોરોનાની મહામારી વચ્ચે ૧૭મી લોકસભાનું ચોથું સત્ર સોમવારે શરુ થયું હતું. પ્રથમ દિવસે બધુ જ બદલાયેલું નજરે પડ્યું. સંસદ પરિસરના એન્ટ્રીથી લઈને સદનની કાર્યવાહી સુધીમાં કોરોનાની અસર જોવા મળી. વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, સંસદના કર્મચારી અને સિક્યોરિટી સ્ટાફ માસ્ક પહેરેલા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળ્યા. સંસદના એન્ટ્રી પોઇન્ટ પર ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું.. દરેકનો કોરોના ટેસ્ટ રિપોર્ટ જોવામાં આવ્યો. નેગેટિવ હોવા પર જ અંદર જવાની પરવાનગી આપવામાં આવી હતી. સત્રના શરૂઆત પહેલા લગભગ ૪૦૦૦ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં સાંસદ, તેમનો સ્ટાફ, સંસદના કર્મચારી અને સિક્યોરિટી સ્ટાફ પણ સામેલ છે. સૂત્રો પ્રમાણે, તપાસમાં અત્યાર સુધીમાં ૧૭ સાંસદોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં મીનાક્ષી લેખી, અનંત કુમાર હેગડે અને પ્રવેશ સાહિબ સિંહ સહીત સૌથી વધુ ભાજપના ૧૨ સંસદ છે. વાઈઆરએસ કોંગ્રેસના બે અને શિવસેના, ડીએમકે અને આરએલપીના એક-એક સાંસદ છે. રાજ્યસભામાં ભાજપના મેમ્બર જેપી નડ્ડાની ઉપ-સભાપતિ પદ માટે દ્ગડ્ઢછના ઉમેદવાર હરિવંશના નામનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. ધ્વનિ મતથી હરિવંશને ઉપ-સભાપતિ તરીકે ચૂંટી લેવામાં આવ્યા. રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ આ અંગે જાહેરાત કરી.ટક્કર દ્ગડ્ઢછના હરિવંશ અને વિપક્ષના ઉમેદવાર મનોજ ઝા વચ્ચે હતી.