(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.૨૯
મોરબીના જેતપર ગામે એક શખ્સે પરિણીતા પર છરીની અણીએ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે યુવતીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના જેતપર ગામમાં રહેતી પરિણીતાએ દુષ્કર્મ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ભોગ બનનાર પરિણીતાએ જણાવ્યું છે કે, ગઈકાલે બપોરના સુમારે તે ઘરે એકલી હોય અને ઘરમાં સુતી હોય તે દરમિયાન એકલતાનો લાભ લઇને આરોપી લાલજી ધનજી સાપરિયા (ઉ.વ.૨૫) તેના ઘરમાં ઘુસી ગયો હતો. બાદમાં આરોપીએ બળજબરીપૂર્વક પરિણીતાને પકડીને મકાનની ઓરડીમાં લઇ જઈને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્યું હતું. મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.