(એજન્સી) તા.પ
રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીને પ૩ વર્ષના ઈન્ટીરીયર ડિઝાઈનરને કથિત રીતે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં બુધવારે ધરપકડ કરવામાં આવી.
ગોસ્વામીએ દાવો કર્યો કે પોલીસે તેમના ઘરે તેમની સાથે ગેરવર્તણુક કરી વરિષ્ઠ પત્રકારની જે કેસમાં ધરપકડ કરવામાં આવી તે ર૦૧૮નો છે. વર્ષ ર૦૧૮ના મેં મહિનામાં ઈન્ટીરીયર ડિઝાઈનર અન્વય નાઈકે અને તેમની માં કુમુદ નાઈકે અલીબાગના પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. મરતા પહેલા અન્વયે સુસાઈડ નોટ લખી હતી, જેમાં તેમણે પોતાના મૃત્યુ માટે ૩ લોકોને જવાબદાર ગણાવ્યા હતા. જેમાં એક નામ અર્નબ ગોસ્વામીનું પણ હતું. આરોપ હતો કે અર્નબે ઓફિસનું કામ કરાવ્યા પછી તેમને ૮૩ લાખ આપ્યા નહિં પોલીસે આત્મહત્યાનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી પરંતુ ત્યાર બાદ કેસ બંધ કરી દેવામાં આવ્યો. રાજયમાં સરકાર બદલાયા પછી પીડિત પરિવારે ફરી એક વખત મુદ્દો ઉઠાવ્યો અને ન્યાયની માંગ કરી મે મહિનામાં ગૃહમંત્રી અનિલ દેશમુખે તપાસ સીઆઈડીને સોંપી દીધી. આ કેસમાં આજે સવારે અલીબાગ પોલીસ અર્નબ ગોસ્વામીના ઘર પહોંચી અને તેમને કસ્ટડીમાં લીધા. વધુ બે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એક નિતેશ સારડા જેમની પર સુસાઈડ નોટમાં પપ લાખ રૂપિયા બાકી હોવાનો આરોપ છે, બીજો ફિરોજ શેખ, જેની પર ૪ કરોડ રૂપિયા બાકી હોવાનો આરોપ છે. સરકારમાં સામેલ કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ તેનું સ્વાગત કર્યું છે. જયારે ભાજપ તેને સરમુખત્યારશાહી ગણાવી રહી છે.
Recent Comments