રાજ્યમાં ઠંડીનો પારો જેમ-જેમ નીચે ઉતરતો જાય છે તેમ-તેમ ઠંડીનું પ્રમાણ વધતું જાય છે. આવા સમયે ફૂટપાથ પર વસતા બેસહારા લોકોની હાલત કફોડી બની જાય છે. કુદરતે જેમને માલથી નવાજ્યા છે, તેઓ ઘરની ચાર દીવાલોમાં કેદ થઈ રૂમ હિટર ચાલુ કરી કે ગરમ ધાબળા ઓઢી હૂંફ મેળવતા હોય છે, પરંતુ કાચા મકાનો, ઝૂંપડા કે ઉપર આભ અને નીચે ધરતીની અવસ્થામાં ફૂટપાથ પર રહેતા લોકો માટે તો તાપણું જ એકમાત્ર સહારો બને છે. ઉક્ત તસવીર અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સામેની ફૂટપાથની છે, જ્યાં એક યુવાન તાપણું કરી ઠંડી ઉડાડી રહ્યો છે.