(એજન્સી) તા.૫
કબજે કરાયેલા જેરૂસલેમના એક ચર્ચમાં આગ લગાડવાની ઘટના માટે શુક્રવારે એક ઈઝરાયેલી વસાહતીની ધરપકડ કરવામાં આવી હતી. ઈઝરાયેલી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જેરૂસલેમનોે એક ૪૯ વર્ષીય શંકાસ્પદ વ્યક્તિ ચર્ચ ઓફ એગોનીમાં આવી પહોંચ્યો હતો અને તેણે જ્વલનશીલ પ્રવાહી રેડ્યા બાદ આગ લગાડી દીધી જેને કારણે એક બેન્ચને થોડું નુકસાન પહોંચ્યું હતું. શંકાસ્પદ શખ્સને ચર્ચના સુરક્ષા ગાર્ડસે પકડી લીધો હતો અને ત્યાપપછી તેને પોલીસ કસ્ટડીમાં મોકલાયો હતો. ઘટનાને નિહાળનારા સાક્ષીઓએ સમાચાર એજન્સીને જણાવ્યું કે સુરક્ષા ગાર્ડસે ઝડપથી આગને કાબુમાં લીધી અને પોલીસ ત્યાં આવી પહોંચે તે પહેલા તેમણે વસાહતીને પકડી રાખ્યો. છેલ્લા કેટલાક વર્ષોમાં જેરૂસલેમ અને કબજે કરેલા વેસ્ટ બેન્કમાં સ્થિત ઈસ્લામિક અને ખ્રિસ્તી ધાર્મિક સ્થળો પર હુમલા કર્યા છે. પ્રાઈમ ટેગ હુમલા અથવા તો વંદાલીઝમ (તોડફોડ)એ વસાહતીઓ દ્વારા વ્યૂહરચના છે જેનો ઉપયોગ ઉગ્રવાદી યહુદી વસાહતીઓ દ્વારા પેલેસ્ટીનીઓ અને તેમની મિલકતોને નિશાન બનાવવા માટે કરવામાં આવે છે, તે ધમકીઓના બદલામાં જે ઈઝરાયેલી વસાહતી પ્રવૃત્તિઓ સામે આપવામાં આવે છે.