(એજન્સી) તા.ર૨
સમાચાર મુજબ ૧૦૦થી વધુ પેલેસ્ટીની ઘરોમાં વિધ્વંસનો સામનો કરવો પડયો છે અને લગભગ ૧પપ૦ રહેવાસીઓ, જેમાંથી ૮૦૦થી વધુ બાળકો સામેલ છે. ઈઝરાયેલના જેરૂસલેમ નગરપાલિકાના હાથે બેઘર થઈ ગયા. આ ત્યારે થયું જયારે ઈઝરાયેલી નગરપાલિકાએ સિલાવન પડોસના પેલેસ્ટીન રહેવાસીઓ સાથે તમામ સમજૂતીઓ રદ કરી દીધી હતી. ઈઝરાયેલી નવરપાલિકાએ તે યોજનાઓનો અસ્વીકાર કરી દીધો હતો. જેમણે પેલેસ્ટીની ઘરોના વિધ્વંસના વિકલ્પ તરીકે આગ્રહ કર્યો હતો. તેના સ્થાને આ પેલેસ્ટીન ઘરોને ધ્વસ્ત કરવા અને ક્ષેત્રને કીંગ્સ ગાર્ડનમાં બદલવા માટે સેટ છે. આ દાવો કરતા કે આ ઈઝરાયેલી રાજાઓ માટે એક બગીચો હતો. હજાર વર્ષ પહેલા. નગરપાલિકાએ પેલેસ્ટીનીઓને નવા ઘર બનાવવા માટે અન્ય વિસ્તારોમાં જમીન પ્રદાન કરવા પર સંમતી વ્યકત કરી હતી. પરંતુ આ ઓચિંતા આ નિર્ણય પર પાછળ હટી ગયા. કાયદાકીય લડાઈમાં પેલેસ્ટીન સમુદાયની પડતર પ૦૦૦૦૦ ડોલરથી વધુ થઈ ગઈ છે. યુરો મેડિટેરેનિયન હયુમન રાઈટસ મોનિટરે એક નિવેદનમાં જણાવ્યું કે જનસંખ્યાની વિરૂદ્ધ મોટાપાયા પર વિનાશ અને વિસ્થાપન ઓપરેશનમાં જાતિય સ્વચ્છતા અને યુદ્ધ અપરાધ હોય શકે છે.