વડોદરા, તા.૯
ચાઈનીઝ એપ ટીકટોક પર છવાઈ જવાના ચક્કરમાં વડોદરા પોલીસની આબરૂનાં ધજાગરા ઉડાડી રેલી કાઢનાર હત્યાનો આરોપી સુરજ કહારને ઝડપી નહીં શકનાર ક્રાઈમ બ્રાંચે રેલીમાં વપરાયેલી લાલ રંગની ઓડી કાર સકંજામાં લઈને માર માર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ લાલ ઓડી કાર ભાજપ યુવા મોર્ચાના કાર્યાલય મંત્રી પ્રિતેષ શાહના નામે રજીસ્ટર્ડ થયેલી છે. એક તરફ સયાજીગંજ પોલીસ સ્ટેશનની અંદર મહમંદ આરીફ શેખે બનાવેલા ટિકટોકનો મામલો હજી તો માંડ શાંત થવા જઈ રહ્યોં હતો. ત્યાં તો હત્યાના ગુનામાં જામીન પર મુક્ત થયેલા સુરજ કહારે વડોદરા પોલીસની આબરૂ જાહેરમાં રેલી કાઢતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ક્રાઈમ બ્રાન્ચ દોડતી થઈ અને સુરજ કહાર સહિત ૧૦ લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લાલ ઓડી કાર શોધી જપ્ત કરી લીધી પરંતુ ગુનેગારોને પકડવામાં ક્રાઈમ બ્રાન્ચના હાથ ટુંકા પડી રહ્યાં છે.
ગત ફેબ્રુઆરી મહિનામાં વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે ઈકો કારને ઓવર ટેક કરવાના મામલે સુરજ ઉર્ફેએ ચુઈ કહાર સહિત ૬ શખ્સોએ એક બાઈક સવાર નિર્દોષ યુવકને મુઢ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે પાણીગેટ પોલીસે હત્યાનો ગુનો નોંધી સાગર સહિત ૬ શખ્સોની પોલીસ ધરપકડ કરી હતી. પોલીસ તપાસની કાર્યવાહી પૂર્ણ થતા તમામને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.