અમદાવાદ, તા.૯
એક સમયે લોહિયાળ હિંસા અને નશીલી દવાઓની તસ્કરી માટે કુખ્યાત અમદાવાદની ઉચ્ચ સુરક્ષા કેન્દ્રીય જેલ હવે ગંભીર અધ્યયન કેન્દ્રની સાથે સુધારાવાદી અને પુનર્વસન કાર્યક્રમનું કેન્દ્ર બની ચૂકી છે. આ જેલમાં નિર્દયી હત્યાકાંડ અને બળાત્કારના કેટલાય આરોપીઓ બંધ છે. જેમાં ૪૦૦૦થી વધુ કેદીઓ છે. પરંતુ આજકાલ આ કાયદાનો ભંગ કરનાર ડઝનો કેદીઓ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાંથી ડિપ્લોમા અને ડિગ્રી હાંસલ કરી રહ્યા છે. અમદાવાદ સ્થિત બીઆર આંબેડકર યુનિવર્સિટી, વડોદરાની એમએસ યુનિ., ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિ., અન્નામલાઈ યુનિ. અને કેટલીક કૃષિ યુનિવર્સિટીઓએ પત્રવ્યવહાર દ્વારા કોર્ષ કરવા આ કેદીઓનો સમાવેશ કર્યો છે. પસ્તાવો કરી રહેલ અપરાધીઓને વિભિન્ન પાઠ્યક્રમો અને પ૦,૦૦૦ પુસ્તકો વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
ગત સપ્તાહ ગાંધીવાદી દર્શનની એક પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. આ પરીક્ષામાં જેલમાંથી ૭૭ પરીક્ષકો ટોચના સ્કોરર હતા. સંજોગોવસાત આ એ લોકો પૈકીના હતા જે સનસનીખેજ સીરિયા બોમ્બ બ્લાસ્ટ મામલાના આરોપી છે. વર્ષ ર૦૧૬માં ગાંધીવાદી અધ્યયન પર એક પરીક્ષામાં સફદર નાગોરીએ પ્રથમ રેન્ક હાંસલ કર્યું હતું. સફદર આતંકવાદી હુમલાના કથિત માસ્ટર માઈન્ડ અને ઈન્ડિયન મુજાહિદ્દીનનો કુખ્યાત વ્યક્તિ છે. સફદર નાગોરી ગાંધીવાદી અધ્યયન પરીક્ષામાં પ્રથમ સ્થાન હાંસલ કરતા અધિકારીઓ પણ મુંઝવણમાં પડી ગયા હતા અને દંગ રહી ગયા હતા. પરીક્ષામાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનાર ર૪ કેદીઓ સિરિયલ બોમ્બ વિસ્ફોટના આરોપી હતા. જેઓએ જેલમાંથી ફરાર થવા સુરંગ ખોદી હતી અને ઝડપાઈ ગયા હતા. થોડા સમય પહેલાં વડોદરાની જેલમાં બંધ ૧૧ કેદીઓને એક હત્યાકાંડ માટે મોતની સજા ફટકારવામાં આવી હતી. આ કેદીઓએ પોતાના પસંદગીના વિષયમાં પ્રતિષ્ઠિત ડિગ્રી અને ડિપ્લોમા પ્રાપ્ત કર્યા અને પાછળથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. અંગ્રેજી વિષયમાં પ્રવીણતા મેળવી તકોનું સર્જન કરનાર અમદાવાદ સેન્ટ્રલ જેલના ૩૦૦ શિક્ષિત કેદીઓની ઓળખ કરી રાજ્ય સરકારે અંગ્રેજી શીખવા એમની નોકરીની સંભાવનાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું. સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર મામલામાં જેલમાં બંધ કેદીઓએ પોતાના બેરકોમાં ઉચ્ચ અભ્યાસ કર્યો. ગુજરાત સાહિત્ય અકાદમીએ ગુજરાતની ર૭ જેલોમાં કેદીઓ દ્વારા લખાયેલ વાર્તાઓ અને કવિતાઓનું સંકલન પ્રકાશિત કર્યું. જે રાજ્ય સરકારની માસિક ગુજરાતી સમાચારમાં પોતાનું યોગદાન રજુ કરે છે. મહિલા કેદીઓ હાઉસ પત્રિકામાં પોતાની સમસ્યાઓ વર્ણવતી વાર્તાનો ઉલ્લેખ કરતાં લેખોનો પણ યોગદાન કરે છે. તાજેતરમાં જ કેદીઓ દ્વારા એક ત્રિમાસિક પત્રિકા ‘સાદ’ શરૂ કરવામાં આવી છે.