હરિયાણાની સરકારે ૨૪મી ઓક્ટોબરે બીમાર માતાને જોવા અને મળવા માટે રામ રહીમને પેરોલ આપ્યા હતા
(એજન્સી) રોહતક, તા. ૭
દુષ્કર્મ અને હત્યા કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને પાછલા દિવસોમાં એક દિવસના પેરોલ મળ્યા હતા. હરિયાણામાં સીએમ મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વવાળી ભાજપ-જેજેપીની ગઠબંધન સરકારે ૨૪ ઑક્ટોબરના રોજ રામ રહીમને પેરોલ મળ્યા હતા. ડેરા પ્રમુખ રેપ અને હત્યા કેસમાં દોષિત ઠર્યા બાદથી રોહતકની જેલમાં બંધ છે. સૂત્રોએ કહ્યું કે રામ રહીમને પોતાની બીમાર માતાને મળવા માટે એક દિવસના પેરોલ મળ્યા હતા. તેઓ ગુરૂગ્રામની એક હોસ્પિટલમાં દાખલ છે. ડેરા પ્રમુખને સુનારિયા જેલથી ગુરૂગ્રામ હોસ્પિટલ સુધી ભારે સુરક્ષાની વચ્ચે લઇ ગયા. રામ રહીમ ૨૪ ઑક્ટોબરના રોજ સાંજ સુધીમાં પોતાની બીમાર માતાની સાથે રહ્યા હતા. સૂત્રોએ કહ્યું કે હરિયાણા પોલીસના ત્રણ ટુકડી તૈનાત હતી. એક ટુકડીમાં ૮૦થી ૧૦૦ જવાન હતા. ડેરા ચીફને જેલમાંથી પોલીસની એક ગાડીમાં લવાયા. જેમાં પડદા લાગેલા હતા. ગુરૂગ્રામમાં પોલીસે હોસ્પિટલના બેઝમેન્ટમાં ગાડી પાર્ક કરી અને જે ફ્લોર પર તેમની માતાની સારવાર ચાલી રહી હતી તેને આખો ખાલી કરી દેવાયો. રોહતક એસપી રાહુલ શર્માએ પુષ્ટિ કરતા કહ્યું કે અમને જેલ સુપ્રિટેન્ડન્ટ પાસેથી રામ રહીમના ગુરૂગ્રામ પ્રવાસ માટે સુરક્ષા વ્યવસ્થાનું નિવેદન મળતું હતું. અમે ૨૪ ઑક્ટોબરના રોજ સવારથી લઇ સાંજ પડવા સુધી સુરક્ષા ઉપલબ્ધ કરાવી હતી. બધું જ શાંતિથી થયું. માત્ર સીએમ અને કેટલાંક વરિષ્ઠ હરિયાણાના સરકારી અધિકારીઓને જ તેની માહિતી હતી જેને લઇ ભાજપ ટોપ નેતાના નિર્દેશ આપ્યા હતા. એટલે સુધી કે જવાનોને પણ એ વાતનો અણસાર સુદ્ધાં નહોતો કે તેઓ કયા શખ્સને એસ્કોર્ટ કરી રહ્યા છે. એક્સપર્ટનું કહેવું છે કે આ રીતે પેરોલ આપીને હરિયાણા અધિકારીઓએ ભવિષ્યમાં તેના પેરોલ પર છોડવાની માંગણીની સ્થાયી જમીન તૈયાર કરી દીધી છે.
Recent Comments