(સંવાદદાતા દાદ્વા) વડિયા,તા.૧૬
વડિયાના ભાયાવદર ગામના રાજેન્દ્ર નામના વ્યક્તિ જેસીબીનો ધંધો કરતા હોય તે સંદર્ભે ધારીના આંબરડી ગામે જેસીબીના કામ માટે જશુભાઈ ગટુભાઈને ત્યાં કામ કરવા પોતાનું જેસીબી કામે લગાડ્યું હતું. આ કામ ના રૂપિયા એક કલાકના ૭૫૦ રૂપિયા લેખે ૧૨૩૦ કલાક કામ કર્યું હતુ. તે કામ પેટે તેને ૯,૨૨,૫૦૦ લેવાના થતા હતા જયારે કામ ચાલુ હતુ ત્યારે ડીઝલ પેટે ઉપાડના ૪,૦૦,૦૦૦ આપેલ હતા અને ૫,૨૨,૫૦૦ લેવાના નીકળતા હોય તે દિવાળી એ તા.૨૭/૧૦/૧૯ના રોજ આપવાના થતા હતા પરંતુ તે પૈસા આપી દઇશુ તેવું જણાવી તા.૧૪/૧૨ના રોજ તેવો તેના સંબંધીના ઘરેથી આવતા મને ચોકી ચેકપોસ્ટ પાસે આવી પૈસા લેવાનું કેહતા હું ગયેલ હતો. ત્યારે પારેવા કલરની સ્વીફ્ટ કાર લઈને આવેલા જશુભાઈ, નજુભાઈ અને યુવરાજભાઈએ તલવાર, છરી અને પાઇપ બતાવી ફરી રૂપિયા માંગ્યા તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી. આ બાબત ફરિયાદ વડિયા પોલીસ સ્ટેશનમાં થતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.