(એજન્સી) તા.૨૭
જ્યાં પણ સેનાની દખલગીરી સરકારમાં હશે ત્યાં લોકશાહીને નુકસાન થતું જ હશે. જોકે તુર્કીના મામલે મિશ્ર પ્રતિક્રિયા જોવા મળે છે. તુર્કીની સેક્યુલારિઝમના સંરક્ષણ તરીકે ભૂમિકા છે. ૨૦૦૩માં તુર્કીમાં રાષ્ટ્રપતિ તરીકે રેસેપ તૈયપ એર્દોગાનનો ઉદય થયો હતો અને તેમની પાર્ટી જસ્ટિસ એન્ડ ડેવલપમેન્ટ અથવા એકેપીએ ઈસ્લામ ધર્મને અનુરૂપ પોતાની સત્તાની શરૂઆત કરી હતી. એક વડાપ્રધાન તરીકે એર્દોગાન ૧૬ વર્ષ તરીકે સત્તામાં રહ્યા અને ત્યારપછી તે રાષ્ટ્રપતિ બન્યા અને તુર્કીની રાજનીતિ પર તેમણે પકડ જમાવી. તેમણે તમામ ભવિષ્યવાણી કરનારાઓને ખોટા સાબિત કરી દીધા અને પોતાની ક્ષમતા સાબિત કરી બતાવી. તેમણે ૨૦૧૬માં સૈન્ય બળવાને પણ નિષ્ફળ બનાવી દીધો હતો. જોકે ત્યારપછી ૨૩ જૂને એક જોરદાર આંચકો લાગ્યો. ઈસ્તાંબુલના મેયરપદની ચૂંટણીમાં તેમની પાર્ટીના ઉમેદવારનો પરાજય થયો. ઈસ્તાંબુલ તુર્કીનું સૌથી મોટું શહેર ગણાય છે અને એકરામ ઈમામોગ્લુએ તેમને પરાજય આપ્યો. ગત માર્ચ મહિનામાં જ્યારે એર્દોગાને પરીણામો સામે વાંધો દર્શાવ્યો હતો ત્યારે તેના પછી પણ આવા નવા પરિણામ તેમની વિરુદ્ધ જ આવ્યા હતા. એકેપી અગાઉ ઈસ્તાંબુલ પર અડધી સદી સુધી શાસન કરી ચૂકી છે. ઈમામોગ્લુનુ પ્રદર્શન ખરેખર અહીં નોંધનીય રહ્યું છે. તેમણે વિખેરાયેલા વિપક્ષને એકજૂથ કર્યો અને સેક્યૂલર નેશનાલિસ્ટ લ્યી પાર્ટીની રચના કરી. જોકે હવે તુર્કીમાં એર્દોગાનના એક શક્તિશાળી વિકલ્પ તરીકે ઈમામોગ્લુને જોવામાં આવી રહ્યાં છે. જોકે એવું કહેવાય છે કે તુર્કીમાં જે પણ ઈસ્તાંબુલમાં જીતે છે તે મોટાભાગના શહેરોમાં સત્તામાં આવી શકે છે. એટલે કહી શકાય કે તુર્કીની જીડીપીમાં સૌથી મોટો ફાળો ઈસ્તાંબુલનો જ રહ્યો છે. એર્દોગાન અગાઉ પણ કહી ચૂક્યા છે કે જે ઈસ્તાંબુલ જીતે છે તે તુર્કી જીતે છે.