(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સિંગાપુર મુલાકાત દરમિયાન લેખક અને પ્રોફેસર પી.કે. બાસુએ રાહુલ ગાંધીને આકરા પ્રશ્નો કર્યા હતા. આ અંગે પૂર્વ ગવર્નર અઝીઝ કુરેશીએ પ્રતિક્રિયા આપતાં પ્રોફેસરની ટીકા કરી હતી. તેમણે ફેસબુક પર પોસ્ટ કરી હતી કે કેટલાક દિવસો પહેલાં એક તથાકથા પ્રોફેસરએ ન માત્ર સિંગાપુર યાત્રાના સંબંધમાં રાહુલ ગાંધીની છબિ ખરડાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ મહાત્મા ગાંધી, ભારત છોડો આંદોલન અને જવાહરલાલ નહેરૂને પણ અપમાનિત કર્યા.
કુરેશીએ ગાંધી અને નહેરૂ પ્રત્યે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ પ્રોફેસરનો વિરોધ કરતાં કહ્યું કે, આ પ્રકારે બકવાસ કરવા બદલ તેને જોડાંની માળા પહેરાવી તેના ચહેરા પર કાળક લગાવવી જોઈએ. એવું લાગે છે કે તેમણે કોઈક રેડ લાઈટ ક્ષેત્રમાં પીએચડી સંશોધન કર્યું હતું. આવા નિવેદનો પર ધ્યાન આપવું જોઈએ નહીં. વાત એવી છે કે પ્રોફેસર બાસુએ રાહુલ ગાંધીના એક સિંગાપુર કાર્યક્રમ દરમિયાન આકરા પ્રશ્નો પૂછી મહાત્મા ગાંધી અને નહેરૂ પરિવારની ગરીમા પર કીચડ ઉછાળવાનો પ્રયત્ન કર્યો હતો.
પ્રોફેસર બાસુએ કહ્યું હતું કે, દેશમાં નહેરૂ-ગાંધી પરિવારનું જ્યાં સુધી શાસન હતું ત્યાં સુધી દેશનો વિકાસ નથી થયો જ્યારે અનીશ મિશ્રા નામના એક વ્યક્તિએ કહ્યું કે, આજે ભારત જે કઈ પણ છે તે જવાહરલાલ નહેરૂને કારણે છે.