માંગરોળ , તા. ૨ર
માંગરોળ મા થયેલ જુથ અથડામણમા ના પગલે જમીયત ઉલ્માએ હીન્દ નું એક ડેલીકેટ જીલ્લા પોલીસ અધિક્ષક (SP) નિલેશ જાંજડીયાની જુનાગઢ ખાતે રૂબરૂ મુલાકાત કરી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. માંગરોળ મા લઘુમતી સમાજ પર ખારવા લોકો ના કેટલાક તોફાની તત્વો દ્વારા થતા વારંવાર ના હુમલાઓ અને હેરાનગતિ વિશે વાકેફ કર્યા હતા. આ બાબતે ગુજરાત ટુડેએ અહેવાલો પણ રજૂ કર્યા હતા.
માંગરોળ બંદર શહેરમાં વસતા મોટાભાગના લોકોની રોજી-રોટી અને આજીવીકા કમાવવાનું સ્થળ છે. માછીમારી સાથે સંકળાયેલા લોકો અને મજૂરી વર્ગ સાથે સંકળાયેલા લોકો અલ્પશિક્ષિત અને વધુ પડતા અભણ હોવાથી નાની તકરારોને મોટું સ્વરૂપ લેતા વાર લાગતી નથી. અમારી જાણ માં એ પણ આવ્યું છે કે, બંદર વિસ્તારમાં અગાઉ પણ અમુક લોકો દ્વારા અને કાનુન હાથમાં લેવાના બનાવો બન્યા છે. હમણાં જ બે માસ પહેલાં તા.૨૯/૧૨/૨૦૧૭ ના રોજ રમઝાનઅલી મનસુરી નામની પચાસ(૫૦) વર્ષની આઘેડ વયની મુસ્લિમ વ્યક્તિ પર બંદર વિસ્તારમાં રાત્રીના સમયે જીવલેણ હુમલો કરી લુટ કરવામાં આવી હતી, જેને સારવાર માટે માંગરોળ સરકારી હોસ્પિટલ અને ત્યાર પછી વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરવામાં આવેલ. જેની માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાયેલ છે. આ ઘટનાના થોડા દિવસ પહેલાં જ એક મુસ્લિમ વ્યક્તિની બોટ કિનારા સુધી શીફ્ટીંગ કરવા સમયે ખારવા ના કેટલાક લોકો દ્વારા બોટને નુકસાન કર્યું હતું અને બોટના માલિકને ઢોરમાર મારતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તાજેતરના બનાવમાં પણ સંડોવાયેલા લોકોએ કાયદો હાથમાં લઈને વ્યવસ્થાને પડકાર ફેંક્યો છે. આ બનાવમાં જે લોકોની મિલકતોને લાખોનું નુકસાન પહોંચ્યું છે અને ધંધા-રોજગારના સ્થળો અને સાધનોને આગ લગાડીને અને લુંટફાટ કરીને બેરોજગાર કરી દેવામાં આવ્યા છે તેવા લોકોને સંતોષ જનક ન્યાય અપાવવા તટસ્થ પોલીસ કાર્યવાહી થવી જરૂરી છે અને ધાર્મિક સ્થળ ઉપર હુમલો કરીને કોમી વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય તો ક્યારેય સાંખી ન લેવાય. અમો માંગરોળ શહેરમાં કોમી એકતા અને ભાઈચારો હંમેશા જળવાઈ રહે તેના પ્રયત્નોના ભાગરૂપે સંતોષજનક અને તટસ્થ પોલીસ અને કાનુની કાર્યવાહી થાય. પોલીસ કાર્યવાહી મા કોઈ પક્ષપાત ના રાખે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી.
સમજાવટ કરવા ગયેલા મુસ્લિમ સમાજના આગેવાનોના પણ આરોપી તરીકે ખોટા નામ ચડાવી દીધા હોય તેને નિકાળવાની માંગ કરી હતી. તદ્ઉપરાંત બંદર પર નાઝમરીન નામની પાર્ટસ ની દુકાન મા થયેલ ૨૫ લાખની લુટફાટ ની મરીન પોલીસે હજુ સુધી પંચનામું કર્યું નથી તેના દુકાન માલિક સરાફતહુસેન સૈયદ ને સાથે રાખીને રજૂઆત કરી હતી. આ બાબતે જીઁ એ માગરોળ પોલીસ ને ફોન કરી તત્ડાવી હતી અને તાત્કાલિક રોજ કામ કરી આજે જ રીપોર્ટ કરવા અને આરોપીઓ ની તાત્કાલિક ધરપકડ કરવાનો હુકમ કર્યો હતો. તેમજ આ બનાવ ના પગલે બંને પક્ષે સકારાત્મક રીતે ઘીરજતાથી પરંતુ સંતોષકારક અને મક્કમ પગલા લેવામાં આવશે તેવી એસપીએ ખાતરી આપી હતી.
આ ડેલીકેટ મા ગુજરાત જમીયત ઉલ્માએ હીન્દ ના સેક્રેટરી મૌલાના ખાદીમ લાલપૂરી(હીંમત નગર), મૌલાના નુરમોહંમદ ગાઝી(વાંકાનેર), જુનાગઢ જિલ્લાના પ્રમુખ મૌલાના ઈબ્રાહીમ કરુડ, સેક્રેટરી અ. રજાક ગોસલીયા અને લુટફાટ નો ભોગ બનેલા નાઝમરીન દુકાન ના માલિક સરાફતહુસેન સૈયદ તેમજ ઈમ્તિયાઝ શેખ (ભાઈ જાન) સાથે રહ્યા હતા.
જે લોકોના ધંધા-રોજગારના સ્થળો અને સાધનોને આગ લગાડી બેરોજગાર કરાયા છે તેમને ન્યાય આપવાની માંગ

Recent Comments