મોદી સરકારનાકૃષિ કાયદાઓની વિરૂદ્ધ કિસાનોનું આંદોલન તીવ્ર બનતું જાય છે. ૧૭ દિવસ બાદ પણ અત્યારસુધી સરકાર અને કિસાનો વચ્ચે સહમતી સધાઇ નથી દરમિયાન શનિવારે કિસાનોએ આંદોલન વેગવંતુ બનાવવાની જાહેરાત કરી હતી. ખેડૂતો હવે કોઇપણ કિંમતે દિલ્હી છોડવા તૈયાર નથી. આ દરમિયાન અકાલી દળના નેતા સુખબીરસિંહ બાદલે કિસાનોના આંદોલન અંગે ભાજપના નેતાઓની પ્રતિક્રિયા અંગે પોતાની નારાજગી દર્શાવી છે. બાદલે કહ્યું કે, ઘણા દુઃખની વાત છે કે, કેન્દ્ર સરકાર કિસાનોના સંઘર્ષને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. જો પણ કેન્દ્ર સરકાર સાથે સહમત ના હોય તેમને દેશદ્રોહી કહે છે. હું કેન્દ્રને કહેવા માગું છું કે, જે ખેડૂતો ધરણા પર બેઠા છે તેમને કોઇ ધર્મ સાથે સંબંધ નથી.