વાપી, તા.૭
વાપી શહેરના ચણોદ ગ્રામ પંચાયતમાં આવેલ આરાધના સ્કૂલના સામે શિવશક્તિ બિલ્ડીંગમાં રહેતા મૂળ ઝારખંડના સંજય પ્રસાદ ગુપ્તાના દીકરા એ ૨૭ નવેમ્બર ૨૦૧૭ના રોજ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. એ ઘટનામાં પોતાના દીકરા મૃતક રાજેન્દ્ર કુમાર ગુપ્તા (ઉ.વ.૧૮)ને આત્મહત્યા કરી નહીં હોવાનું શક આવતા જે તે અજ્ઞાત મોબાઈલ નંબરથી જાણ થતાં પોતાના દીકરાનો કેસ પુનઃ ઓપન કરી પોલીસ સામે યોગ્ય સંતોષકારક કાર્યવાહી કરે એની રાહ જોતા છે. સંજય પ્રસાદ ગુપ્તાએ જણાવ્યું કે, મૃતક રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા જે પોતાના પિતા સાથે ભડકમોરા પર પોતાના પીવાર સાથે મા-પિતાની મદદ કરવા સમોસા અને નાસ્તાની દુકાનમાં જતો હતો. ૨૭ નવેમ્બરના દિવસે પિતાને પોતાના માથામાં દુખાવો થતો હોવાનું જણાવીને ઘરે આરામ કરવા જવાનું કહી ઘરે જે ચણોદમાં છે અને જે બાદ સાંજે ૨૭ નવેમ્બરના દિવસે સાંજે જ્યારે સંજય પ્રસાદ ગુપ્તા નાસ્તાની દુકાન પર હતો ત્યારે એમને પોતાના દીકરાએ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાની જાણ થતા ઘરે ગયા હતા. જે ઘરે મૃતક રાજેન્દ્ર પ્રસાદ ઘરમાં દુપટ્ટા સાથે ફાંસી લઈ લાશ જોઈ જ્યારે પિતાએ જણાવ્યું કે, ત્યાં પહોંચી પોલીસને જાણ કરી અને પોતાના દીકરાની લાશ પોસ્ટમોર્ટમ કરવા મોકલી પોલીસ કાર્યવાહી થઈ હતી. જેથી પિતાએ પોતાના ગામ જઈ ક્રિયાકર્મ કરી પાછા વાપી મા આવી પોતાનું કામ કાજ શુરૂ કર્યું હતું જે બાદ અચાનક એમને એક અજ્ઞાત નંબરથી મોબાઈલ પર ફોન આવતા અને એ ફોન પર સમેવાળાએ ધમકી આપી જે હાલ તારા દીકરાનું થયું એ જ હાલ તારું કરી નાખીશ જેવા ધમકી વાળા ફોન બાદ .મૃતક ના પિતાએ પોતાના દીકરાએ આત્મહત્યા નહીં પરંતુ એની હત્યા કરાઈ હોવાની શંકા જણાતા આ ઘટના ની પુનઃ પોલીસ કાર્યવાહી કરવા અરજી અને ફરિયાદ દાખલ કરી છે. આ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ નોર્મલ આવી હતી જે પણ પિતા સાથે રાખી છે.
જે હાલ તારા દીકરાના થયા એવા જ હાલ તારા કરી નાખીશ : મોબાઈલ પર ધમકી

Recent Comments