(એજન્સી) તા.૧પ
રાજધાની દિલ્હીમાં રેલવે લાઈનની બાજુના ઝૂંપડાઓને હટાવવાના સુપ્રીમકોર્ટના આદેશ પછી કેસ વિવાદોમાં ફસાઈ ગયો છે. જો કે કેન્દ્ર સરકાર તરફથી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમકોર્ટને જણાવ્યું કે શહેરી વિકાસ મંત્રાલય, રેલવે મંત્રાલય અને દિલ્હી સરકાર એક સાથે બેઠક કરી ચાર અઠવાડિયાની અંદર આ કેસનો ઉકેલ લાવી દેશે અને ત્યાં સુધી ઝૂંપડીઓ હટાવવામાં આવશે નહીં. દિલ્હીમાં ૧૪૦ કિ.મી. રેલવે પાટાના છેડે લગભગ ૪૮૦૦૦ ઝૂંપડા છે. આ દરમ્યાન ઝૂંપડીઓ સંબંધિત કેસ સુપ્રીમકોર્ટમાં પહોંચતા અહિંના લોકો ભયભીત છે. એક મહિલાએ જણાવ્યું કે તે બુલડોઝર અને ફોર્સ લઈને આવશે અને અમે જાનવરોની જેમ મારીને ભગાવી દઈશું. મહિલાએ જણાવ્યું કે પાછલા રપ વર્ષથી અહીં જ રહે છે. ઝૂંપડી છીનવાઈ જશે તો તેઓ કયાં રહેશે. વજીરાબાદ સ્થિત ઝૂંપડીમાં રહેતી મનોરમા દેવી જણાવે છે કે, વડાપ્રધાન મોદીએ અમને જણાવ્યું હતું કે અમને મત આપો, જયાં ઝૂંપડી હશે. ત્યાં જ મકાન આપીશું. કેજરીવાલે પણ આવી જ વાતો કહી, સરકાર અમને બીજે કયાંક વસાવવા ઈચ્છે છે તો ઝૂંપડા તોડી નાખે. આવા જ વૃધ્ધે મોદી જિંદાબાદનું સૂત્ર લગાવી જણાવ્યું. અમે જમવા માટે મોદીજીના ઘર જઈશું. ભૂખ્યા મરી રહ્યા છીએ કોઈ જોવાવાળુ નથી, સાંભળવાવાળુ નથી, પૂછવા પર કે કોર્ટનો આદેશ છે કે, ઝૂંપડા હટાવવામાં આવશે. તેની પર મહિલાઓએ જણાવ્યું કે તે આવે અને ઝૂંપડા પાડી દે. પરંતુ અમે પાટા પર સૂઈ જઈશું. પછી તે અમારી ઉપર બુલડોઝર ચલાવીને જતા રહે, પછી આ ઝૂંપડાને પાડતા રહે. કોઈ ફરક નહીં પડે, બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે તે દિલ્હીમાં રેલવે લાઈનની આસપાસ બનેલા ઝૂંપડામાં રહેતા લોકોને વિસ્થાપિત નહીં થવા દે અને તેમની સરકાર તેમને ઘર ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્રની સાથે મળીને કામ કરશે. સુપ્રીમકોર્ટ અદાલતે ૩૧ ઓગસ્ટના એક નિર્ણયમાં દિલ્હીમાં રેલવે લાઈનના છેડે બનેલા ૪૮૦૦૦ ઝૂંપડાને ત્રણ મહિનાની અંદર હટાવવાના નિર્દેશ આપ્યા હતા. આ મુદ્દા પર દિલ્હી વિધાનસભાના એક દિવસીય સત્ર દરમ્યાન ચર્ચા થઈ અને આ દરમ્યાન સત્તાધારી આમ આદમી પાર્ટી અને વિપક્ષી દળ ભાજપે એક બીજા પર આરોપ પ્રત્યારોપ લગાવ્યા કેજરીવાલે જણાવ્યું કે મારૂં માનવું છે કે, મહામારીના આ સમયમાં ૪૮૦૦૦ ઝૂંપડા હટાવવા યોગ્ય નથી. જો તે સ્થાન કોરોના વાયરસ હોટસ્પોટ બની ગયું તો શું થશે ? કાયદો જણાવે છે કે, પુનર્વાસ પહેલા તેમને હટાવવા જોઈએ નહીં. દરેક ઝૂંપડાવાળાનો આ કાયદાકીય અધિકાર છે કે તેનું એક ઘર હોય.