લંડન,તા.૨૫
દુનિયાભરમાં મહામારીની જેમ ફેલાઈ ચૂકેલા કોવિડ-૧૯ વાયરસે લગભગ તમામ દેશોને લૉકડાઉન કરવા મજબૂર કરી દીધા છે. ભારતમાં પણ સ્થિતિની ગંભીરતાને જોતાં આગામી ૨૧ દિવસો માટે સમગ્ર દેશને લૉકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરિમયાન ઈંગ્લેન્ડના બોલર જોફ્રા આર્ચરનું એક ટિ્‌વટ ફરી એક વાર વાયરલ થઈ રહ્યું છે, જેનાથી એવું લાગી રહ્યું છે જાણે કે તેને આ સ્થિતિ વિશે પહેલાથી જ અંદાજો હતો. તેણે ત્રણ વર્ષ પહેલા કરેલા ટિ્‌વટમાં કંઈક એવું લખ્યું હતું જે આજના સમયમાં ભારતની સ્થિતિ પર બિલકુલ બંધ બેસે છે.
૨૪ વર્ષીય આર્ચરે વર્ષ ૨૦૧૭માં ૨૩ આક્ટોબરે ટિ્‌વટ કર્યું હતું, ઘર પર ત્રણ સપ્તાહ પૂરતા નથી રહે. ત્રણ વર્ષ પહેલા કરવામાં આવેલા આ ટિ્‌વટને ક્રિકેટના પ્રશંસકો ભારતમાં લૉકડાઉન સાથે જોડી રહ્યા છે.
તેનું આ ટિ્‌વટ વાયરલ થતાં જ પ્રશંસકોએ આર્ચરને ભગવાન કહેવાનું શરૂ કરી દીધું અને લખ્યું કે આ બોલર ભવિષ્ય જોઈ શકે છે.
તેના એક દિવસ પહેલા જ આર્ચરનું વધુ એક ટિ્‌વટ વાયરલ થયું હતું જેને કોરોના વાયરસની આ મહામારીની સોથ જોડીને જોવામાં આવી રહ્યું હતું.
૨૪ વર્ષીય આર્ચરે વર્ષ ૨૦૧૪માં ૨૦ ઓગસ્ટે એક ટિ્‌વટ કર્યું હતું કે એક દિવસ આવશે, જ્યારે ભાગવા માટે કોઈ સ્થળ નહીં બચે.