(એજન્સી) તા.૨૩
જોર્ડને બુધવારે કોરોનાના ૬૩૪ નવા કેસની સૂચના આપી. માર્ચમાં મહામારીની શરૂઆત પછીથી તેની ઉચ્ચતમ દૈનિક ગણતરી છે અને આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી કે કોરોના વાયરસ સંપૂર્ણ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આરોગ્ય મંત્રી સાદ જાબેરે એક નિવેદનમાં જણાવ્યું કે, “આ ભારે વૃદ્ધિ સાબિત કરે છે કે, સામાજિક અંતર અને માસ્ક પહેરવું, આપણા લોકોની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ છે.” રાજ્યમાં કોરોનાના કુલ પ૬૭૯ કેસ સામે આવ્યા છે, જ્યારે ૩૩ લોકોનાં મોત થયા છે. પાછલા મહિનાની સરખામણીએ ઈન્ફેક્શન ચાર ગણું થઈ ગયું છે. જેણે અધિકારીઓને દેશના ૧૦ મિલિયન રહેવાસીઓ પર નવા પ્રતિબંધોને ફરીથી લાદવા માટે વિવશ કર્યા સરકારે ગુરૂવારે બે અઠવાડિયા માટે સ્કૂલોને બંધ કરી દીધી. થોડાક જ સમય પછી બે મિલિયન વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ડઝનો કેસ સામે આવ્યા પછી ફરી સ્કૂલો બંધ કરવામાં આવી. રેસ્ટોરન્ટો, કોફી શોપ અને બારને પણ બે અઠવાડિયા સુધી બંધ કરવામાં આવ્યા, અધિકારીઓએ લગ્ન અથવા સામાજિક અને જાહેર સમારોહમાં ર૦થી વધુ લોકો હાજર હોવા પર યજમાની કરનાર કોઈ પણ વ્યક્તિને એક વર્ષની જેલની સજા સંભળાવવામાં આવશે. પરંતુ વડાપ્રધાને જણાવ્યું કે, તેમની સરકાર પૂર્ણ લોકડાઉન નહીં લગાવે.