(એજન્સી) તા.૩
જોર્ડને કોરોનાના ૭૩ નવા કેસની સૂચના આપી છે જે તેના મહત્તમ દૈનિક અંક છે. વાયરસની શરૂઆત પછી હાલમાં દેશમાં ૧,૯૬૬ કોરોના પીડિત છે. માર્ચની શરૂઆતમાં પ્રથમ કેસ સામે આવ્યા પછી અત્યાર સુધી ૧પ લોકોના મોત થયા છે. જોર્ડનમાં પાછલા ૧૦ દિવસમાં કોરોનાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અધિકારીઓએ રાષ્ટ્રવ્યાપી રાત્રી કરફયુ સખ્ત કરી દીધો છે. અધિકારીઓએ નિયમિત વાણિજયક ફલાઈટોને ફરીથી શરૂ કરવામાં વિલંબ કર્યો છે. આલિયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેની આ મહિને શરૂ થવાની આશા હતી. વડાપ્રધાન ઉંમર અલ રજાજે જણાવ્યું કે જયારે સરકારના પ્રસાર અટકાવવાના પ્રયાસો જારી રહેશે. કેટલાક જિલ્લા અને શહેરોને નોખા પાડી લોકડાઉન કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.
જેથી અર્થવ્યવસ્થા પ્રભાવિત ના થાય સરકારે આ મહિનાની શરૂઆતમાં સીરિયાની સાથે પોતાની સીમા ખોલ્યા પછી આવતા ટ્રક ડ્રાઈવરોમાં એક કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો.