(એજન્સી) તા.ર૭
જોર્ડને સોમવારે પૂર્વ જેરૂસલેમમાં અલ-અક્સા કમ્પાઉન્ડમાં કુબ્બતુસ સખરા મસ્જિદ ખાતે ઈઝરાયેલ દ્વારા સમારકામનું કાર્ય બંધ કરી દેવાની નિંદા કરી હતી. રવિવારે ઈઝરાયેલી પોલીસ સંકુલમાં ઘૂસી ગઈ હતી અને જેરૂસલેમ ઈસ્લામિક વકફના કામદારોને મસ્જિદના સમારકામનું કાર્ય કરવાથી રોક્યા હતા. એક નિવેદનમાં જોર્ડનના વિદેશ મંત્રાલયે ઈઝરાયેલીની આ કાર્યવાહીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે જેરૂસલેમ ઈસ્લામિક વકફ મસ્જિદના સંયોજનની સંભાળ લેવા અને તેની દેખરેખ રાખવા માટે એક માત્ર અધિકૃત છે. વકફ એક જોર્ડન દ્વારા સંચાલિત સંગઠન છે કે જે જેરૂસલેમમાં ઈસ્લામિક અને ખ્રિસ્તી ધાર્મિક પવિત્ર સ્થળોની દેખરેખ રાખવા માટે જવાબદાર છે. ૧૯૬૭ના ઈઝરાયેલી અરબ યુદ્ધ દરમ્યાન ઈઝરાયેલ પૂર્વ જેરૂસલેમ પર કબજો કરી લીધો હતો. જ્યાં અલ-અક્સા મસ્જિદ સ્થિત છે અને ૧૯૮૦માં તેણે સમગ્ર શહેરને કબજા હેઠળ લઈ લીધું હતું. એક એવું પગલું જે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા ક્યારેય માન્ય ગણવામાં આવ્યું નથી.