(એજન્સી) તા.૯
સરકાર પોતાના કાર્યો માટે નૈતિકતાના મોટા મોટા દાવા કરવા કોઇ પણ હદે જઇ શકે છે. જેમ કે વર્તમાન કિસાન આંદોલનમાં તેમને એપીએમસી ખાતે વચેટીયાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવવા અંગે દાવા કરવામાં આવી રહ્યાં છે. પરંતુ જે વાત સરકાર માટે નૈતિક હોઇ શકે છે તે બીજા માટે નૈતિક હોવી જરુરી નથી.
થોડા સમય પહેલા બિનસાંપ્રદાયિકતા કે ધર્મ નિરપેક્ષતા એ સર્વોચ્ચ નૈતિક સિદ્ધાંત હતો. જ્યારે હવે તે ગંદો શબ્દ બની ગયો છે. આથી શું સરકાર સર્વગ્રાહી અને સતત રીતે નૈતિક પગલા લેવા ખરેખર સમર્થ છે ? આપણે જો નૈતિક સમાજમાં રહેવા માગતાં હોઇએ તો દરેકે ઉદારવાદી બનવાની જરુર છે. સરકાર નૈતિક છે પરંતુ તેને કોઇ વાતનો અફસોસ નથી અને તેમની પાસે તમામ સત્તાઓ છે. કોર્પોરેટ જગત પણ નફાખોરી માટે નૈતિકતાથી દોરવાતું નથી. આથી નૈેતિક સમાજ માટે લોકોએ વધુ ઉદાર બનવાની જરુર છે. કોઇ માનવી એક યા બીજા છેડે હોતા નથી પરંતુ બે વિરોધી ધ્રુવ વચ્ચે ક્યાંક હોય છે. ઉદારવાદીઓ બહારની બદલી શકાય એવી સંસ્થાઓને અનિષ્ટના આખરી સ્ત્રોત તરીકે જુએ છે અને વ્યક્તિના સામાજિક કાર્યને એ રીતે જુએ છે કે વિશ્વમાં તેને કારણે અનિષ્ટ નાબૂદ થઇ જશે. જ્યારે રૂઢિચુસ્તો આંતરિક માનવનો આંતરિક બદલી ન શકાય એવા સ્વભાવને અનિષ્ટના આખરી સ્ત્રોત તરીકે જુએ છે. નૈતિક વર્તણૂંકના પાયાના ત્રણ ઘટકો હોય છે જેમાં યાદ, નેૈતિકતા અને પશ્ચાતાપનો સમાવેશ થાય છે. આ ત્રણ પરિબળો નૈતિક ધરી પર વ્યક્તિની વર્તણૂંકને દોરે છે. સરકારના કિસ્સામાં ઘણીવાર નૈતિકતા અદ્રશ્ય થઇ જાય છે અને માત્ર તેની યાદ રહે છે. આથી નૈતિક દાવો કરવા માટે સરકાર અંતિમ હદ સુધી જઇ શકે છે. સરકારો પણ બદલાવ કરે છે. એક સરકાર હેઠળ જે બાબત નૈતિક હોય છે તે અનૈતિક બની જાય છે અને બીજી સરકાર હેઠળ તે ગુનાહિત પણ બની જાય છે. જ્યારે એક પ્રધાનના સ્થાને બીજા પ્રધાનને કે સનદી સેવકો, ન્યાયમૂર્તિઓ, પોલીસ અધિકારીઓને બદલવામાં આવે છે એવા કિસ્સામાં પણ આ જ વાત લાગુ પડે છે. નૈતિકતાનું સાતત્ય જાળવવા સરકાર સમર્થ નથી. આથી જો નૈતિક સમાજ ઇચ્છતા હોઇએ તો તમારે વધુ ઉદારવાદની જરુર રહે છે.