(એજન્સી) તા.રપ
અભિનેતા સમીર સોનીએ બુધવારે પ્રશ્ન કર્યો હતો કે તે હરિયાણામાં સ્કૂલ બસ ઉપર હુમલો જો મુસ્લિમ સંગઠન દ્વારા કરવામાં આવ્યો હોત તો ભાજપ સરકારની પ્રતિક્રિયા શું હોત ? સમીર સોનીએ બુધવારે રિપબ્લિક ટી.વી. ઉપર એક ચર્ચા દરમ્યાન ચળવળકાર રાહુલ અને એશ્વરને સંબોધતા કહ્યું હતું કે રાહુલ મારી પાસે તમારા માટે એક સરળ પ્રશ્ન છે. તે ફિલ્મ વિશે નથી તે સંસ્કૃતિ વિશે પણ નથી તે કાયદો અને વ્યવસ્થા સંદર્ભે છે. તે લોકોને સુરક્ષા આપવા વિશે છે. હું તમને એક વાત પૂછવા માંગું છું. જો આ આતંકવાદી કૃત્ય કરણીસેનાને બદલે કોઈ ઈસ્લામિક સંગઠન દ્વારા કરવામાં આવ્યું હોત તો કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી હોત કે નહીં ? આજે મારા આ પ્રશ્નનો તમે જવાબ આપો. ઉલ્લેખનીય છે કે ચેનલ ઉપર કરણીસેનાના આતંકવાદીઓ દ્વારા સ્કૂલ બસ ઉપર કરવામાં આવેલા હુમલાની ચર્ચા ચાલી રહી હતી.
સોની આ પહેલા એ કબૂલ કરી ચૂક્યા છે કે હિન્દુ હોવાનો ગર્વ કરૂં છું અને હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનો સમર્થક છું. પરંતુ હું આતંકવાદી હિન્દુ સંગઠન કરણીસેનાનો વિરોધ કરૂં છું કે જે તેના ઘાતક કૃત્યો માટે પ્રખ્યાત છે. સોનીએ તાજેતરમાં એક વેબસાઈટને કહ્યું હતું કે તે ‘પદ્માવત’ પ્રતિબંધ મુદ્દે ભાજપ શાસિત રાજ્યો જેવા કે હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સામે સહમત છે. તેમણે એક વેબસાઈટને જણાવ્યું હતું કે હું આ પ્રતિબંધ સાથે સંપૂર્ણપણે અસહમત છું. જો રાજ્યો દ્વારા સેન્સર બોર્ડની કોઈ જરૂર નથી. જ્યારે દ્વારા જ નક્કી કરવામાં આવતું હોય કે શું દેખાડવામાં આવશે અને શું નહીં તો પછી સેન્સર બોર્ડના સભ્યએ નિવૃત્ત થઈને બીજે ચાલ્યા જવું જોઈએ.
પદ્માવત રપ જાન્યુઆરીના દિવસે ભારતમાં રિલીઝ થઈ હતી. સુપ્રીમ કોર્ટે રાજ્યો દ્વારા આ ફિલ્મ ઉપર મૂકવામાં આવેલો પ્રતિબંધ હટાવી લીધો હતો. સ્કૂલ બસ ઉપર થયેલા હુમલા સંદર્ભમાં અને આ સમગ્ર વિવાદ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌન છે. આ ઉપરાંત આ મુદ્દા ઉપર વિપક્ષની ભૂમિકા ઉપર પણ પ્રશ્નો ઉઠ્યા છે. આ વિશે રાહુલ ગાંધીએ ફકત ટ્‌વીટ કર્યું હતું. જ્યાં આ ઘટનાને સખત શબ્દોમાં વખોડવાની જરૂર હતી ત્યાં તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે બાળકો વિરૂદ્ધ હિંસાને ક્યારેય પણ ઉચિત ન ઠેરવી શકાય. હિંસા અને ઘૃણા કમજોર લોકોના શસ્ત્રો છે. ભાજપના હિંસા અને ઘૃણાના ઉપયોગને લીધે આખા દેશમાં આગ લાગી ગઈ છે. અભિનેતા પ્રકાશ રાજે પણ આ મુદ્દે વિપક્ષના નબળા વલણ વિશે સવાલો ઉઠાવ્યા હતા તેમણે ટ્‌વીટ કર્યું હતું કે જ્યારે કરણીસેનાએ બસ ઉપર હુમલો કર્યો ત્યારે મારા દેશના બાળકો ડરના કારણે ધ્રુજી રહ્યા હતા અને રડી રહ્યા હતા. ચૂંટાયેલી સરકારનું ધ્યાન બીજે હતું અને વિપક્ષી દળોએ નબળી પ્રતિક્રિયા આપી. શું તમને આપણા બાળકોની સુરક્ષાનો વ્યવસાય કરતા શરમ નથી આવતી ? એ પણ તમારા વોટબેંકના રાજકારણ માટે.