રાજકારણી બનેલ અભિનેત્રી ખુશ્બૂ સુંદર તાજેતરમાં ભાજપમાં જોડાયાં છે, તેઓ છેલ્લા છ વર્ષથી કોંગ્રેસના પ્રવક્તા હતા, અત્રે તેમની સાથેની મુલાકાતના મહત્ત્વના અંશો પ્રસ્તુત

(એજન્સી) તા.૧૪
તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર દક્ષિણની અભિનેત્રી ખુશ્બુ સુંદરે ચેન્નઇમાં ભાજપ વડા મથક ખાતે ભવ્ય સ્વાગત બાદ આઉટલુક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો કોંગ્રેસ પોતાના નેતા પસંદ કરી શકે તેમ ન હોય તો લોકો દેશનું નેતૃત્વ કરવા માટે કોંગ્રેસને કઇ રીતે પસંદ કરે? ખુશ્બુએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ હાઇકમાન્ડે એ સમજવાની જરૂર છે કે પક્ષ પાસે નેતા નથી. તમારે ફરી વખત સોનિયા ગાંધીને વચગાળાના પ્રમુખ તરીકે પસંદ કરવા પડ્યાં છે કારણકે તમે નેતા પસંદ કરી શક્યાં નથી. જ્યારે ખુશ્બુને પૂંછવામાં આવ્યું કે તમિલનાડુ કોંગ્રેસ સમિતિના વડા જણાવે છે તેમ તમે કોંગ્રેસ કાર્યકર તરીકે નહીં, પરંતુ એક અભિનેત્રી તરીકે ઓળખાવ છો ત્યારે ખુશ્બુએ જણાવ્યું હતું કે આ બતાવે છે કે તેઓ નારીદ્વેશી છે.તેઓ એક મહિલાને તેમના નેતા તરીકે સ્વીકારી શકે તેમ નથી. તેની ટિપ્પણી પરથી હવે મને સમજાયું છે કે જે મે યોગ્ય સમયે કોંગ્રેસને છોડી છે. તમને એમએલએ કે એમપીની ટિકિટ મળી નહીં એટલે તમે ખફા હતા? એવો પ્રશ્ન પૂછતાં તેમણેે જણાવ્યું હતું કે મે તેમની પાસેથી ક્યારેય કોઇ માગણી કરી નથી. એ નિર્ણય હાઇકમાન્ડે લેવાનો હોય છે. મારી પાસે નામના અને નાણાં બંને છે. એક મંદિર પણ બાંધવામાં આવી રહ્યું છે અને આ માટે મેં રાજનીતિમાં પ્રવેશ કર્યો નથી. કોંગ્રેસ સજીવન થઇ શકે તેમ નથી એવું તમે કેમ માનો છો ? કોંગ્રેસમાં શું ખોટુ છે ? આ પ્રશ્નના જવાબમાં અભિનેત્રી ખુશ્બી સુંદરે જણાવ્યું હતું કે કારણકે તેઓ આત્મનિરીક્ષણ કરવા તૈયાર નથી. તેઓ પાયાની વાસ્તવિકતાને સ્વીકારવા તૈયાર નથી. તેઓ માત્ર પોતાની આસપાસના લોકો જે કંઇ કહે છે તેને માની લે છે. શું ભાજપમાં વધુ લોકશાહી છે? અને તે આંતરિક ટીકાને સાંભળે છે? આ પ્રશ્નના જવાબમાં ખુશ્બુએ જણાવ્યું હતું કે હા, આ મેં જોયું છે. હું ભાજપમાં મારા મિત્રો સાથે વાતચીત કરું છું અને તેઓ કહે છે કે આ પ્રકારના સંવાદો નિયમિત રીતે થાય છે. કાર્યકરોને જે કઇ કહેવું હોય તે સાંભળવા તેઓ તૈયાર છે.