ગુજરાતમાં હાલ અનાજ મસાલા ભરવાની સીઝન શરૂ થઈ ગઈ છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ઘઉં, ચોખા, વિવિધ પ્રકારની દાળ, મરચા, ધાણા, હળદર વગેરેની આવક શરૂ થઇ જાય છે. ગુજરાતમાં અગાઉ અનાજ, મરી, મસાલા, ખાદ્યતેલ વગેરે બારેમાસ ભરવામાં આવતું હતું. સીઝન શરૂ થતા ગૃહિણીઓ અનાજ તથા મસાલા ભરવા માટે અનાજના પીપળા કે ડબ્બાઓની સાફ-સફાઈ કરી રાખતી હતી. જો કે હવે બજારમાં વિવિધ કંપનીઓના તૈયાર લોટ, અનાજ કે મરી મસાલા મળી જતા હોવાથી બારેમાસ અનાજ, મસાલા ભરવાનું ચલણ ઘટતું જાય છે. ખેતરોમાં હાલ લાલ મરચા તૈયાર થઈ ગયા છે, જેને હાલ સુકાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે અમદાવાદ નજીક છત્રાલ પાસે આવેલા મરચાંના ખેતરોમાં જે મરચાં છે તે ચટણી બનાવવામાં વપરાય છે તે છે. ઘરમાં વપરાશમાં લેવામાં આવતા મરચા હજી એક મહિના બાદ આવશે. હાલ ખેતરમાં બીછાવેલા મરચાં જોઈ એવું લાગે છે, જાણે લાલ કલરનો ગાલીચો બિછાવ્યો ન હોય.?