નવી દિલ્હી,તા.૮
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર માઇકલ હોલ્ડિંગનુ માનવુ છે કે જો ઓસ્ટ્રેલિયામાં પ્રસ્તાવિત ટી૨૦ વિશ્વકપને સ્થગિત કરવામાં આવે છે તો બીસીસીઆઈને આ વર્ષના અંતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન કરવાનો સંપૂર્ણ અધિકાર છે.
એવી અટકળો છે કે, કોવિડ-૧૯ મહામારીને કારણે ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર વચ્ચે પ્રસ્તાવિત ટી૨૦ વિશ્વકપ સ્થગિત કરવામાં આવી શકે છે. બીસીસીઆઈ આ દરમિયાન આઈપીએલ આયોજીત કરવાની યોજના પર કામ કરી શકે છે. હોલ્ડિંગે ઇન્સ્ટાગ્રામ પર નિખિલ નાઝ સાથે વાતચીતમાં કહ્યું, મને નથી લાગતુ કે, આઈસીસી તે ઈરાદાથી ટી૨૦ વિશ્વકપમાં મોડુ કરશે કે આઈપીએલ માટે જગ્યા બની શકે. આ ઓસ્ટ્રેલિયન સરકારનો કાયદો છે, જ્યાં તે કોઈ ચોક્કસ તારીખ પહેલા કોઈને પણ દેશમાં આવવાની મંજૂરી આપશે. તેમણે કહ્યું, જો ટી૨૦ વિશ્વકપનું આયોજન નક્કી સમય પર ન થાય તો બીસીસીઆઈની પાસે આ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ આયોજીત કરવાનો સંપૂર્ણ અધિકાર છે.