(એજન્સી)
નવી દિલ્હી,તા.૨૨
બીજેપીનાં બંગાળ વિધાનસભા ચૂંટણીમાં બે આંકડાથી ઓછી બેઠકો મળવાનો દાવો કર્યા બાદ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મંગળવારે ભાજપ નેતાઓને પડકાર આપતાં કહ્યું કે, નેતાઓ ઑન રેકોર્ડ નિવેદન આપે કે, જો બીજેપી ૨૦૦ બેઠકો જીતવામાં નિષ્ફળ જાય તો તેઓ પાર્ટી પદને છોડી દેશે?’ કિશોરે દાવો કરતાં કહ્યુ કે, ભાજપને બે આંકડાઓ પાર કરવા મુશ્કેલી થશે અને બંગાળમાં ૧૦૦થી ઓછી બેઠકો જીતશે જો એવુ નહિં થાય તો હું મારૂ કામ છોડી દઈશ’ કિશોરે પોતાનુ નિવેદન ફરી દોરાવતા કહ્યું. તેમણે વધુ સ્પષ્તા કરતાં કહ્યું કે, ભગવા પાર્ટી જો મારા બતાવેલાં આવેલા આંકડાઓથી સારૂ પ્રદર્શન કરશે તો હું મારૂ કામ છોડી દઈશ. પ્રશાંત કિશોર જેમણે ૨૦૧૪માં વડાપ્રધાન મોદીને જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાલ તેઓ બંગાળમાં ૨૦૨૧નાં એપ્રિલ-મેમાં યોજવનારી વિધાનસભામાં બંગાળ મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટીને જીતાડવા માટે પર્યત્ન કરી રહ્યા છે. સોમવારે પ્રશાંત કિશોરે ટિ્‌વટ કરીને જણાવ્યુ હતુ કે, પશ્ચિમબંગાળમાં બીજેપી બેઠકોમાં બે આંકડાઓ પાર કરવામાં પણ મુશ્કેલી થશે.આની સાથે સોશ્યલ મીડિયા પર ભાજપા નેતાઓનું આને લઈ વાંકયુદ્ધ શરૂ થઈ ગયુ હતું. પ્રશાંત કિશોરનું આ નિવેદન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બંગાળની બે દિવસની યાત્રા બાદ સામે આવ્યુ છે અને યાત્રા દરમ્યાન રાજનિતીનાં કદાવર નેતા સુવેન્દુ અધિકારી સહિત નવ ધારાસભ્યો અને એક ટીએમસી સાંસદ ભગવા પાર્ટીમાં જોડાયા હતા. અમિત શાહે યાત્રા દરમ્યાન તેમની રેલીઓને સંબોધતા બંગાળમાં બીજેપીનો ૨૦૦થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.