(એજન્સી) બેઈજિંગ,તા.૧૩
ચીનના રાષ્ટ્રીય સમાચાર પત્રે પોતાના તંત્રી લેખમાં જણાવ્યું છે કે હાલ માલદીવમાં કટોકટી ઊભી થઈ છે. પણ આ દેશની આંતરિક બાબત છે. ચીનનો માનવું છે કે આંતરિક બાબતોમાં બાહ્ય દેશોએ દરમિયાનગીરી નહીં કરવી જોઈએ. જો ભારત માલદીવમાં દરમિયાનગીરી કરી લશ્કર મોલકશે તો ચીન એનો વિરોધ કરી અટકાવશે. કોઈ પણ દેશમાં અનઅધિકૃત રીતે લશ્કરી હસ્તક્ષેપ નહીં કરવું જોઈએ. ગઈ ૭મી ફેબ્રુઆરીએ પણ ચીને ભારતને માલદીવમાં દરમિયાનગીરી નહીં કરવા જણાવ્યું હતું જેને ફરીથી દોહરાવ્યું છે. લેખમાં કહેવાયું છે કે ભારતમાં વાતો થઈ રહી છે કે માલદીવની કટોકટી ઉકેલવા ભારતે લશ્કર મોકલવું જોઈએ. પણ અમે કોઈ એક દેશનો લશ્કર મોકલવાના વિરોધમાં છીએ. અમે ભારતનો વિરોધ નથી કરતા પણ અન્ય દેશની સ્વતંત્રતા અને સાર્વભૌમને માન આપવું જોઈએ. જો કટોકટી છે તો આંતરરાષ્ટ્રીય સૈન્ય મોકલી શકાય પણ કોઈ એક દેશ પોતાની મેળે કાર્યવાહી નહીં કરી શકે. આ પ્રકારના હસ્તક્ષેપથી દુનિયામાં પહેલેથી જ ઘણી સમસ્યાઓ ઊભી થયેલ છે. તંત્રી લેખમાં ૧૯૮૮ના લશ્કરી બળવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે વખતે માલદીવના રાષ્ટ્રપતિની વિનંતીથી ભારતે લશ્કર મોકલ્યું હતું. માલદીવ ભારત ઉપર નિર્ભર રહેતા ભારતને વધુ અભિમાન થઈ ગયું હતું. જેથી ભારત માલદીવની આંતરિક બાબતો અને રાજકીય બાબતોમાં વધુ હસ્તક્ષેપ કરવા લાગ્યું જે માનદીવને પસંદ નથી.