(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર પહેલા લોકસભામાં અને ત્યાર બાદ રાજ્યસભામાં બોલતાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યાં હતા. મોદીએ સીધી રીતે ગાંધી પરિવાર અને કોંગ્રેસ પર હુમલો કર્યો. મોદીએ કહ્યું કે લોકશાહી એ કંઈ ગાંધી પરિવારનો ટ્રેડમાર્ક નથી પરંતુ ભારતની પરંપરા છે અને સરકારને ગાંધી પરિવારની કોઈ સલાહની જરૂર નથી. મોદીએ કર્ણાટક તથા ઉત્તર પૂર્વોતર સહિતના જે કેટલાક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તે સંબંધિત મુદ્દાઓ ઉઠાવ્યાં. આંધ્રપ્રદેશમાં સહયોગી ટીડીપીને મનાવવાનો એક પ્રયાસરૂપે મોદીએ એવો આક્ષેપ કર્યો કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ રાજ્યના નેતાઓનું અપમાન કર્યું હતું.
૧૦ મુદ્દાઓ
૧. મોદીએ કહ્યું કે તમે ભારતના ભાગલા પાડ્યાં. આઝાદીના ૭૦ વર્ષ બાદ કોંગ્રેસે જે ઝેરની બીજ વાયા છે તેનું પરિણામ ૧૨૫ કરોડ લોકો ભોગવી રહ્યાં છે. તમારા પાપે એક પણ દિવસ એવો ગયો નથી કે જને કારણે ભારતના લોકોને શોષાવાનું ન આવ્યું હોય.
૨. આ એ જ પક્ષ છે જેણે ભારતના ભાગલા પાડ્યાં હતા. દાયકાઓથી ફક્ત એક પાર્ટીએ ગાંધી પરિવારની સેવા કરવા ખાતર તેની તમામ તાકાત લગાડી દીધી હતી.
૩. ૧૫ કોંગ્રેસી સમિતિઓમાંથી ૧૨ સમિતિઓએ સરદાર પટેલની પસંદગી કરી હતી અને તેમ છતાં પણ સરદાર પટેલને દેશના વડાપ્રધાન ન બનવા દેવામાં આવ્યાં. પરંતુ સરદાર પટેલને વડાપ્રધાન બનવા દેવામાં આવ્યા ંહોત તો આજે સમગ્ર કાશ્મીર આપણું હોત.
૪. કૃપા કરીને આપણા જીવંત વારસા પર નજર દોડાવો જ્યાં તંદુરસ્ત લોકશાહી પ્રણાલીના અસંખ્ય ઉદાહરણો પડેલા છે જે સદીઓ જુના છે.
૫. આ બધું સાંભળીને તમને દુખ લાગવાનું છે તેની મને ખબર છે. પરંતુ આ દેશના લોકોેએ થોડા વર્ષો પહેલા તમને કડવી ગોળીનો ડોઝ આપી દીધો છે.
૬. આપણે ન ભૂલવું જોઈએ કે કોંગ્રેસે આંધ્રના પુત્ર નીલમ સંજીવ રેડ્ડીનું કેવી રીતે અપમાન કર્યું હતું. તેમણે બધાનું અપમાન કર્યું. ભારતમાં કોઈને પણ કોંગ્રેસ પાર્ટીના બોધપાઠ લેવાની જરૂર નથી.
૭. જ્યારે અમારી સરકાર ૨૦૧૪ માં સત્તાએ આવી ત્યારે વિપક્ષોએ એવો શોરબકોર મચાવ્યો હતો કે મોદીએ આધાર આથોરીટીને ખતમ કરીને આધારને ખતમ કરી નાખશે પરંતુ અમે આધારને મજબૂત બનાવ્યું.
૮. એનપીએમ ગૂંચવડા માટે આપણી અગાઉની સરકાર દોષી છે. ૧૦૦ ટકા અગાઉની સરકાર જવાબદાર છે. હું લોકશાહીના મંદિર એવા સંસદમાં ઊભોને રેકોર્ડ પર કહું છું કે ભારતની એપીએની નિષ્ફળતા અને સમગ્ર દોષ ફક્ત તમારો પોતાનો છે.
૯. મને ખબર છે કે ભ્રષ્ટાચાર અને કાળા નાણાને નાથવા માટે સરકારના પ્રયાસોને કારણે કેટલાકને નુકશાન થઈ રહ્યું છે. આજે ભ્રષ્ટાચારી મુખ્યમંત્રીઓ જેલમાં બેઠા છે.
૧૦. મોદીએ કહ્યું કે અટલજીએ કહ્યું છે કે નાના મનથી કોઈ મોટા બની જતાં નથી અને તૂટેલા મનથી કોઈ ખડા રહી શકતા નથી. સાચી વાત તો એ છે કે તમે કદી પણ મોટા મને કામ કર્યું નથી.
જુઓ કોણ લોકશાહી પર બોલી રહ્યું છે,
રાહુલ ગાંધી પર PM મોદીનો ઉગ્ર પ્રહાર
લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષ પર આકરો પ્રહાર કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિપક્ષોને લોકશાહી પર સરકારને ભાષણ દેવાનો કોઈ હક નથી. મોદીએ કહ્યું કે ડિસેમ્બરમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં આપણે કોઈ પરિવારની તાજપોશી જોઈ હતી કે ચૂંટણી. કોઈનું નામ લીધા વગર મોદીએ કહ્યું કે જુઓ કોણ લોકશાહી પર બોલી રહ્યું છે. મોદીએ કહ્યું કે તમે લોકશાહીની વાતો કરીને અમને ભાષણ આપી રહ્યાં છો. તમારી પાર્ટીના અધ્યક્ષે જાહેરમાં કાગળો ફાડીને મીડિયા પર ઉછાળ્યાં હતા. તમારા પાર્ટી અધ્યક્ષ પાર્ટી નેતાઓને તેમના મન ની વાત કહેવા દેતા નથી અને તેમ છતાં પણ લોકશાહી પર ભાષણો આપ્યાં કરો છો. મોદીએ કહ્યું કે ભારતના પહેલા ગૃહ મંત્રી સરદાર પટેલને વધારે મતો મળ્યાં હોવા છતાં પણ જવાહરલાલ નહેરૂને વડાપ્રધાન બનાવી દેવામાં આવ્યાં હતા. તેમ છતાં પણ ભારતના પહેલા વડાપ્રધાન કોણ બન્યાં. અને તેમ છતાં પણ તમે લોકશાહી પર અમને ભાષણ આપો છો. કોંગ્રેસ પર ઘમંડનો આક્ષેપ કરતાં મોદીએ કહ્યું કે જેમ કોંગ્રેસ કહે છે નહેરૂ અને કોંગ્રેસને કારણે ભારતને આઝાદી મળી. પરંતુ આપણા સાંસ્કૃતિક વારસા પર નજર દોડાવો લોકશાહી આપણા રાષ્ટ્રનો અવિભાજ્ય હિસ્સો છે તે આપણી સંસ્કૃતિમાં છે.
કોંગ્રેસને તો કટોકટી, બોફોર્સ અને હેલિકોપ્ટર કૌભાંડ જોઈએ છે : PM મોદી
લોકસભામાં કોંગ્રેસ પર આકરો હુમલો કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આઝાદી કાળથી જે ખોટી નીતિઓને અમલી બનાવી છે તેને કારણે દેશને ઘણું સહન કરવાનો વારો આવ્યો છે અને કોંગ્રેસે લોક કલ્યાણ પર ધ્યાન આપવાને બદલે ફક્ત એક પરિવારની સેવા કરી છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપતાં મોદીએ કોંગ્રેસની ટીકા કરતાં કહ્યું કે કોંગ્રેસે કોઈ પણ જાતની તૈયારી વગર ફક્ત રાજકીય સ્વાર્થ સાધવા આંધ્રના ભાગલા પાડ્યાં. મોદીએ કહ્યું કે ભારતમાંથી સુલતાન કાળ ચાલ્યો ગયો છે તેમ છતાં પણ આપણે સુલતાન જેવો વર્તાવ કરી રહ્યાં છીએ. મોદીએ કહ્યું કે ભાવવધારા અને મોંઘવારી પરની ચિંતા વ્યાજબી છે તે સમગ્ર વિશ્વમાં વધી છે અને તેને કાબૂમાં લેવા માટે સરકાર કામ કરી રહી છે. ખેતીના આધુનિકીકરણ પર બોલતાં મોદીએ કહ્યું કે આપણે સમજીએ છીએ કે જમીનનો ઓછા ભાગો બચ્યાં છે. ૯૦ ના દાયકામાં વાંસને ઝાડ ગણવામાં આવતું હતું. મોદીએ કહ્યું કે કોંગ્રેસને સરકારી નીતિઓને જેટલી મજાક કરવી હોય તેટલી કરે, પરંતુ શા માટે કોંગ્રેસ ત્રણ તલાક બીલની રાહમાં રોડા નાખી રહ્‌ છે. કોંગ્રેસે સ્વચ્છ ભારત, મેક ઈન ઈન્ડીયા, સર્જિકલ સ્ટ્રાઈકની મજાક ઉડાવી તમને ગમતું હોય તો અમારી મજાક ઉડાવો પરંતુ તમે શા માટે ઓબીસી કમિશન બીલનો વિરોધ કરી રહ્યાં છો. મોદીએ કહ્યું કે પ્રોજેક્ટનો પ્રારંભ કરીને તેમને છેલ્લે ધકેલી દેવા કોંગ્રેસનો વારસો રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સરદાર પટેલનો નામનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે કોંગ્રેસના દરેક કાગળ પર સરદાર પટેલનું નામ અંકિત હતું પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ સરદારને ભૂલાવી દેવામાં આવ્યાં. મોદીએ આગળ કહ્યું કે આધાર યોજના પૂર્વ પીએમ વાજયેપીના મગજની ઉપજ હતી. ભાજપની ટીકા કરીને કોંગ્રેસ ભારતની ટીકા કરી રહી છે. કોંગ્રેસ અમને નેમ ચેન્જર ગણાવી રહી છે પરંતુ અમે લક્ષ્યની પાછળ દોડનાર છીએ. ખુદ ગાંધીજીએ કહ્યું હતું કે આઝાદી બાદ કોંગ્રેસની જરૂર નથી. કોંગ્રેસને તો કટોકટી, બોફોર્સ અને હેલિકોપ્ટર કૌભાંડ જોઈએ છે. ૫૦ વર્ષ રાજ કર્યાં બાદ કોંગ્રેસ જમીન સ્તરેથી કટ ઓફ થઈ ગઈ છે. મોદીએ કહ્યું કે ભારતના પહેલા ગૃહ મંત્રી સરદાર પટેલને વધારે મતો મળ્યાં હોવા છતાં પણ જવાહરલાલ નહેરૂને વડાપ્રધાન બનાવી દેવામાં આવ્યાં હતા.જો સરદાર પટેલ વડાપ્રધાન બન્યાં હોત તો સમગ્ર કાશ્મીર આપણું હોત.