(ખાલીદ અહેસાન) તા.૧૩
સુપ્રીમકોર્ટના ૪ વરિષ્ઠ જજોએ ગઈકાલે પત્રકાર પરિષદ યોજી હતી અને ઠરાવ્યું હતું કે દેશના લોકોએ નીચેની બાબતો જાણવી જોઈએ.
* ૪ જજોના કહેવા મુજબ દેશની લોકશાહી ખતરામાં છે. ન્યાયતંત્રમાં ચાલી રહેલ ગેરરીતિઓને એમણે જાહેર કરી હતી. એમણે સીજેઆઈ દીપક મિશ્રા ઉપર આક્ષેપો મૂકતા કહ્યું કે રાજકીય મહત્ત્વ ધરાવતા કેસોને ખાસ પસંદગી પામેલ જજોની બેંચોને ફાળવાય છે. એ કેસો સુપ્રીમકોર્ટના સૌથી વરિષ્ઠ જજોને સોંપાતા નથી.
* આ પ્રકારનું કૃત્ય કોઈ એક ખૂબ જ શક્તિશાળી વ્યક્તિના ઈશારે કરવામાં આવી રહ્યું છે. જે સીજેઆઈ ઉપર પણ નિયંત્રણ ધરાવે છે.
* ખૂબ જ ગંભીર આરોપ સીજેઆઈ ઉપર મૂકતા એમણે પત્રકાર પરિષદમાં વૈધક ટિપ્પણી કરી જણાવ્યું કે અમે નથી ઈચ્છતા કે ર૦ વર્ષ પછી કોઈ અમારી સામે આંગળી ચીંધીને કહે કે અમે પોતાનો આત્માને વેચ્યો હતો.
* પત્રકાર પરિષદનો મહત્ત્વપૂર્ણ મુદ્દો અમે આત્માએ વેચ્યો છે. આ નિવેદન ચાર જજોએ આપેલ ગર્ભિત સંકેતો જણાવે છે કે અમોએ આત્મા નથી વેચ્યો અને અમારો ઉદ્દેશ્ય પણ નથી.
* હવે પ્રશ્ન થાય છે કે, જો એમણે આત્મા નથી વેચ્યો તો પછી કોણે પોતાનો આત્મા વેચ્યો છે. એમનો કહેવાનું તાત્પર્ય છે કે ઉચ્ચ ન્યાયતંત્રમાં કોઈક છે જેમણે પોતાનો આત્મા વેચ્યો છે ? જો આ આક્ષેપનો થોડીવાર માટે દલીલ ખાતર સ્વીકારી લઈએ તો પ્રશ્ન થાય છે કે, આ ભ્રષ્ટ આત્મા ખરીદનાર કોણ ? અથવા કોના દોરીસંચારથી ઉચ્ચત્તમ કોર્ટને પણ પ્રભાવિત કરી શકાય છે ?
* આ પ્રશ્નનો ઉત્તર મળી જશે જ્યારે ચાર જજોએ મૂકેલ આક્ષેપોનો વિગતવાર પૃથ્થકરણ કરીશું. એમણે રાજકીય મહત્ત્વ ધરાવતા કેસોની વહેંચણી બાબત આક્ષેપો કર્યા છે.
* હાલમાં રાજકીય રીતે મહત્ત્વ ધરાવતા કેસોમાં સહારા બિરલા લાંચ કેસ, મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનો કેસ અને જજ લોયાના રહસ્યમય મૃત્યુનો કેસ છે જે ખૂબ જ રાજકીય મહત્ત્વ ધરાવે છે.
* સહારા બિરલા લાંચના કેસમાં નરેન્દ્ર મોદી ઉપર રપ કરોડ લાંચના આક્ષેપો છે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે એમની ઉપર આક્ષેપો મૂકાયા હતા. એ કેસ સીજેઆઈએ જજ અરૂણ મિશ્રાની બેંચને આપ્યો હતો.
* થોડા દિવસો પછી અરૂણ મિશ્રાએ કેસને રદ કર્યો હતો. એમણે જણાવ્યું કે પૂરતા પુરાવાઓ નથી જેથી તપાસનો આદેશ આપી શકાય.
* અન્ય એક કેસ જે એમસીઆઈને લગતો હતો એ કેસમાં પણ જજ અરૂણ મિશ્રાએ સીટની તપાસ માટે પરવાનગી નહીં આપી અને વધુમાં અરજદાર ઉપર જ રપ લાખનો દંડ ફટકાર્યો.
* જજ લોયાના રહસ્યમય મૃત્યુ કેસમાં તપાસ માટે માગણી કરાઈ છે. જજ લોયા સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહ્યા હતા જેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ સમેત ગુજરાત પોલીસના વડા અધિકારીઓ આરોપી હતા. જે કેસ શુક્રવારે જ સુનાવણી માટે આવ્યો હતો એમાં જો કે ચાર અઠવાડિયાની મુદ્દત પડી હતી. આ કેસ પણ જજ અરૂણ મિશ્રાને અપાયો હતો. જે સુપ્રીમકોર્ટની વરિષ્ઠતામાં ૧૦માં ક્રમ ધરાવે છે. આ બધા કેસોની હકીકતો અને સીજેઆઈએ કેસોની ફાળણવીમાં કરેલ નિર્ણયથી પ્રશ્નો ઊભા થયા હતા. ચાર જજોએ આક્ષેપો મૂકયા કે સીજેઆઈ પોતાની સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા છે અને મહત્ત્વપૂર્ણ કેસો પોતાના માનીતા જજને આપી પોતાની મરજી મુજબનો ચુકાદો મેળવવા પ્રયાસો કરે છે. જો શક્તિશાળી વ્યક્તિ સીજેઆઈને પણ પ્રભાવિત કરે છે તો એ સ્પષ્ટ છે કે એ અન્ય જજોને પણ સહેલાઈથી પ્રભાવિત કરી શકે. આ મામલો ન્યાયતંત્રનો આંતરિક મામલો નથી પત્રકાર પરિષદ ફકત એ માટે નહોતી યોજાઈ કે સમગ્ર મામલાને આંતરિક મામલામાં ખપાવી શકાય પણ એની પાછળ બહારની શક્તિશાળી વ્યક્તિનો હાથ છે. જેમણે ન્યાયતંત્રને પણ બાનમાં લીધું છે. આજ સુધી આપણે સાંભળ્યું છે કે, નીચલી અદાલતોમાં ગેરરીતિઓ થાય છે. પણ સુપ્રીમકોર્ટ પણ આનાથી બાકાત નથી એ પહેલી વખત સાંભળ્યું છે. ઉચ્ચતમ સંસ્થાએ પણ પોતાની સ્વાયત્તા બીજી સંસ્થાઓ સીએજી, સીબીઆઈ, આરબીઆઈ, ઈસી, ઈડીની જેમ રાજકીય વિચારધારા સાથે સમજૂતી કરી છે એ બાબત સ્પષ્ટ થઈ રહી છે. કેન્દ્ર સરકારે પત્રકાર પરિષદ પછી નિવેદન બહાર પાડી જણાવ્યું કે આ મામલો ન્યાયતંત્રનો આંતરિક છે. એમાં અમને હસ્તક્ષેપ કરવું નથી અને અન્ય પક્ષોએ પણ એમાં રાજકીય કાવાદાવાથી દૂર રહેવું. જો ચારથી વરિષ્ઠ જજોએ નિર્ધારિત કર્યું હોય કે દેશ સમક્ષ હકીકતો જાહેર કરવી જોઈએ કે આ મામલો આંતરિક નથી પણ બહારના દોરીસંચારથી ચાલી રહ્યું છે તો આપણે પણ સમજવું જોઈએ કે આ મામલો આંતરિક નથી. સરકાર સુપ્રીમકોર્ટના જજોને એકલા પાડી દેવા માંગે છે જેમણે વિરોધી સૂરો કાઢયા છે જેનાથી સરવાળે ન્યાયતંત્ર નબળું થશે. બધા પક્ષો સામાજિક સંગઠનોએ સામૂહિક રીતે માગણી કરવી જોઈએ કે ન્યાયતંત્રની સ્વતંત્રતા જળવાય એ પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ. દેશને જાણ થવી જોઈએ કે સીજેઆઈ ઉપર કોણ પ્રભુત્વ ધરાવે છે અને મોદી સરકાર કઈ રીતે સીજેઆઈ ઉપર છૂપી રીતે દબાણો કરી રહ્યા છે. અમે બધાને જાણવું જોઈએ કે કોણે પોતાના હોદ્દા અને ન્યાયતંત્ર સાથે સમાધાન કર્યું છે.
(ખાલીદ અહેસાન ઈન્ડિયન એરફોર્સના પૂર્વ અધિકારી છે અને અત્રે પ્રસ્તુત વિચારો એમના પોતાના છે : સૌજન્ય : જનતા કા રિપોર્ટર)