(એજન્સી)
લોસ એન્જલસ, તા.૯
પોતાના ચૂંટણી પ્રચાર દરમ્યાન ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને હવે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન એક ઓનલાઈન કાર્યક્રમ વખતે ઈસ્લામના પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ની હદીશને ટાંકી હતી. બાઈડેને હદીસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ‘જે લોકો તમારામાં ખોટું જુએ છે તેને તેની જાતે જ બદલાવા દો’, તેમણે જણાવ્યું હતું કે, ઈસ્લામના પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ની હદીશમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે, જે લોકો તમારામાં ખોટું જુએ છે, તેને તેની જાતે બદલાવા દો. પછી ભલે તે જીભથી સક્ષમ ન હોય. પછી ભલે તે હદૃયથી સક્ષમ ન હોય. તમારાથી ઘણાં લોકો તેમની શીખામણો સાથે જીવન જીવે છે, તમારા પોતાના સમાજમાં દરરોજ તમારી માન્યતાઓ જોડાઈ રહી છે અને તમારા સિદ્ધાંતો અમેરિકન સિદ્ધાંતો સાથે સુસંગત પ્રક્રિયા છે કે, જે સેવા, હિમાયત, શાંતિ શીખવવા સાથે તમારા અને તમારા પરિવારના જીવનને અને તમારા પાડોશીના જીવનને શ્રેષ્ઠ બનાવે છે. આ પ્રસંગના વિડિયોમાં બાઈડેન અમેરિકન મુસ્લિમોને એવું કહેતાં સાંભળવા મળ્યા હતા કે, તમારી પાસે એક પ્રમુખ અને એક વહીવટ છે, જે તમારી સાથે કામ કરશે, અને આ પ્રયાસોમાં તમારૂં સમર્થન કરશે, તમારા સમુદાયોને બલિનો બકરો બનાવવાનો પ્રયાસ નહીં કરે અથવા એક જેનોફોબિક રાજકીય એજન્ડાને આગળ વધારશે. મુસ્લિમ સમુદાયોની ખંડપીઠ અને જો મને અમેરિકાના પ્રમુખ પસંદ કરવાનું સન્માન છે, તો આપણે આપણી દુનિયાને જોઈ શકીએ છે, અને તેને પોતાના હદૃયો સાથે, પોતાના હાથો વડે, પોતાની આશાઓ સાથે, યોગ્ય રીતે જોઈ શકીએ છે.