અંકલેશ્વર, તા.૯
ઘડિયા તાલુકા ના રાજપારડી ગામની સીમ માં શેરડીના ના ખેતરમાં સગીર વય ના પ્રેમી પંખીડાએ ઝાડ સાથે ફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા લેતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે રહેતો અજય વસાવા અને ગામની વૈશાલી વસાવા ના છેલ્લા બે વર્ષ થી એકબીજાના પ્રેમમાં હતા બન્ને પ્રેમી પંખીડા એક દિવસ અગાઉ થી ગાયબ હતા જે અંગે બન્ને ના પરિવારજનો શોધખોળ કરતા હતા દરમ્યાન ગામ ની સીમમાં શેરડીના ખેતર માંબન્ને પ્રેમી પંખીડા એ ઝાડ ઉપર ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી,જે અંગે ની જાણ ગ્રામજનો ને થતા લોકટોળા ઉમટી પડ્યા હતા ,અજય વસાવા અને વૈશાલી વસાવા ના પરીવાર જનોને જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા આ અંગે ની જાણ રાજપારડી પોલીસ મથક માં કરાતા પીએસઆઇ જે,બી જાદવ સ્ટાફ સાથે દોડી આવી બન્ને ના મૃતદેહ ને નીચે ઉતારી પોષ્ટ મોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.