(સંવાદદાતા દ્વારા) ઝઘડિયા, તા.૧૧
ઝગડિયા જીઆઇડીસી માં આવેલ કમ્પની ડી.સી.એમ. શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝમાંથી તા.૦૯-૦૩-૨૦૨૦ ના રોજ એચસીએલ ભરી અંકલેશ્વર તરફ જતા ટેન્કર જીઆઇડીસી પાસે આવેલ કપસાડી ગામ ના હદ વિસ્તાર માં અકસ્માતે ટેન્કર પલટી જતા એચસીએલ બાલુભાઈ ખુશાલભાઈ પટેલ ના ખેતર માં અને રસ્તા પર ઢોળાતા તીવ્ર વાસ – ગેસ ફેલાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી . વાહન વ્યવહાર બંધ કરવા ની ફરજ પડી હતી જ્યાં ઘાયલ ડ્રાયવર કેબીન માંથી બહાર નીકળી શકાય એવી પરિસ્થિતિ માં ના હતો અને વધુ સમય ત્યાં રહે તો તીવ્ર વાસ અને ગેસ થી તેના જીવ ને જોખમ હતો આવી પરિસ્થિતિ માં સ્થાનિક ગ્રામજનો દ્વારા હિંમત કરી ડ્રાઈવર ને કેબીન માંથી બહાર કાઢી તાત્કાલિક ૧૦૮ ને બોલાવી જયાબેન મોદી હોસ્પિટલ માં દાખલ કરવામાં કરી માનવતા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ હતુ. બચાવ કામગીરી માં હાજર ગામ આગેવાન સફીક્ભાઈ ચોહાણ ના જણાવ્યા મુજબ “ મોડે સાંજે અમો અમારા ખેતર માં હતા જ્યાં આ અકસ્માત ની માહિતી અમોને મળતા અમો મિત્રો સાથે સ્થળે ગયા હતા જ્યાં તીવ્ર વાસ અને ગેસ બહાર નીકળી રહ્યું હતું અને ડ્રાઈવર ઘાયલ અવસ્થા માં કેબીન માં ફસાયેલ હતો જેને અમોએ બહાર કાઢી ૧૦૮ એમ્બુલન્સ બોલાવી હોસ્પિટલ મોકલવામાં આવેલ તેમજ અમોએ અકસ્માત ની જાણકારી કમ્પની ના અધિકારીઓ અને સરકારી તંત્ર ને આપી હતી” ડીસીએમ કમ્પનીના આસીસ્ટન વાઈસ પ્રેસીડન્ટ (એચ.આર.) કમલ નાયકને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યા હતું કે “ આ ટેન્કર સવારે ૧૦.૩૦ કલાકે અમારી કમ્પની પરિસર માંથી રવાના થયું હતું જ્યાં સાંજે મોડે સ્થાનિકો ના ફોન દ્વારા અકસ્માત ની જાણકારી મળતા અમો સ્થળે પોહ્‌ચ્યા હતા અને બચાવ કામગીરી કરી હતી. એચસીએલની તીવ્રતા ને કન્ટ્રોલ કરવા સોડા એસ નો છંટકાવ કરવામાં આવ્યો છે અને પ્રદુષિત એચસીએલ માટી સહિત ટ્રકો દ્વારા હાલ અમારી કમ્પની માં લઈ જવામાં આવેલ છે જ્યાંથી વેજ્ઞાનિક ઢબે નિકાલ કરવા અર્થે બેઈલ કમ્પની માં મોકલવામાં આવશે. સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ બચાવ કામગીરી ને અમો બિરદાવીએ છીએ” પ્રકૃતિ સુરક્ષા મંડળ એ જણાવ્યું હતું કે “ આ એચસીએલ ભરેલ ટેન્કર સવારે ૧૦.૩૦ થી કમ્પની માંથી નીકળ્યા પછી મોડે સાંજ સુધી ક્યાં હતો ? ટેન્કર માં કાયદા મુજબ જી.પી.એસ. સીસ્ટમ લગાડેલ હતી કે કેમ ? એ બાબત ની તપાસ કમ્પની તરફથી થવી જોઈએ અને સરકાર ના પરિપત્રો મુજબ રાત્રી ના સમયે ટેન્કરો ની અવરજવર પર પાબંદી છે. તો આ પરિપત્રો નું અમલ દરેકે દરેક કમ્પનીએ કરવું જોઈએ. સરકારી વિભાગો ખાસ તો પોલીસ અને જીપીસીબી ને અમારી માંગણી છે કે તેઓ દ્વારા સરકાર ના પરિપત્રો નો ખરા અર્થ માં અમલ થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. આ અંગે ઝગડીઆ પોલિસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.