(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.ર
ભરૂચ આયકર વિભાગના અધિકારીઓ ઝઘડિયાના ખેડૂતોને ઈન્કમટેક્સની નોટિસો ફટકારી ખેડૂતોના પુરાવા માગી લાંચ પેટે રૂપિયા માગણી કરી રહ્યા હોવાથી તે અંગે પગલા ભરવાની માગણી કરતું આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને અપાયું છે. ભરૂચની ઈન્કમટેક્સ ઓફિસના અધિકારીઓ ખેડૂતોને હેરાન કરીને રૂપિયાની માગણી કરી હોવાની વિગતો બહાર આવી છે જેમાં ઝઘડિયા તાલુકાના ગામોના ખેડૂતોને ઈન્કમટેક્સ માટેની નોટિસો આપી હતી જેમાં ખેડૂતોએ તમામ એકાઉન્ટની માહિતી સહિત ભરૂચ ઈન્કમટેક્સને આપી છતાં વારંવાર નોટિસો આપી હેરાનગતિ કરવામાં આવતા તેમજ હવે તો ખેડૂતોએ ખેડૂત તરીકે પુરાવા આપ્યા હતા છતાં હવે યેનકેન પ્રકારે હેરાન કરીને રૂપિયા માંગવાનું શરૂ કર્યું છે. જેમાં પણ ભરૂચ ઈન્કમટેક્સ ઓફિસ પર ખેડૂતોને બોલાવી રૂપિયાની માગણી કરવામાં આવતી હોવાની લેખિત ફરિયાદ કરતું આવેદનપત્ર આજે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આ મામલે ઈન્કમટેક્સ ઓફિસના લાંચિયાઓ સામે પગલા ભરવાની માગણી કરી હતી.