અંકલેશ્વર, તા. ૬
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સિદ્દિજમાતના યુવાનોને નજીવી બાબતે ઉચ્ચ જ્ઞાતિના લોકોએ ઢોરમાર માર્યા બાદ વીડિઓ વાયરલ કર્યો કરતાં સિદ્દિ સમાજ રતનપુર, ઝગડિયા દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયુ હતું. અને નરાધમોંને સખત સજા કરવા માંગ અન્યથા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે નજીવી બાબત અંગે ઉચ્ચ જ્ઞાતિના લોકો દ્વારા સિદ્દીસમાજના યુવાનોને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને તેનો વિડિઓ વાયરલ કરવામાં આવ્યો હતો. આ બનાવને વખોડવા સિદ્દિ જમાત રતનપૂર પ્રાંત અધિકારી ઝઘડીયા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયુ હતુ કે તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સિદ્દી જાતિ ના યુવાનોને દોરડા વડે બાંધી તેમને ઢોરમાર મારવામાં આવ્યો હતો તેમજ વિડિઓ વાયરલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને સિદ્દી જમાત રતનપુર વખોડી કાઢે છે સિદ્દી સમાજ શાંત અને સૌમ્ય સ્વભાવ ધરાવે છે. તેમજ અનુસૂચિત જન જાતિ માં સિદ્દી સમાજ નો સમાવેશ થાય છે તેથી એટ્રોસિટી એક્ટ મુજબ નરાધમો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે અન્યથા ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.