(એજન્સી) તેલ અવીવ, તા.૨ર
ઝડપથી ફેલાતા નવા કોરોના વાયસરની અસર બહાર આવ્યા પછી ઈઝરાયેલે યુકે, ડેન્માર્ક અને દક્ષિણ આફ્રિકાથી આવતા વિદેશીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુક્યો છે. યુકેના મુખ્ય મેડિકલ સલાહકાર ક્રિસ વ્હીટીએ જાહેરાત કરી કે નવું ઝેરી, ઝડપથી ફેલાનાર ભયંકર વાયરસ મળી આવ્યું છે અને એમણે પુષ્ટિ કરી કે એના માટે તાત્કાલિક સંશોધનો કરવામાં આવી રહ્યા છે. અમે ધ્યાન આપીએ છીએ કે શું નવા વાયરસનું મૃત્યુદર વધુ છે કે કેમ ? એમણે કહ્યું કે જે રીતે સોમવારે જાહેરાત કરવામાં આવી હતી, જે મુજબ યુકેએ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડની જેનોમિક સર્વિલેન્સે નવા કોવિડ વાયરસની ઓળખ કરી છે. ઇઝરાયેલના વડાપ્રધાન નેત્યાનાહુએ કહ્યું કે નવા ઝેરી અને ઝડપથી ફેલાતા વાયરસથી ભય વ્યાપેલ છે અને સાવચેતીરૂપે અમને હવે સમગ્ર વિશ્વને બંધ કરવો પડશે, ફક્ત ધંધાર્થે આવતા લોકો પ્રોટોકોલ મુજબ મુસાફરી કરી શકશે અને જે લોકો બહારથી આવશે એમણે ફરજીયાતપણે કડક ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. આ વધુ પડતું પગલું છે પણ જો અવળાં પરિણામો આવે તો એ વધુ મુશ્કેલીભર્યા થશે. જાહેર સ્વાસ્થ્ય સેવાઓના વડાએ કહ્યું કે અમે ઇઝરાયેલ તરફ જતા વિમાનોનું સંચાલન બંધ કરી રહ્યા છીએ જે દેશોમાં નવા વાયરસ ફેલાઈ રહ્યો છે. ડેન્માર્ક, યુકે અથવા દક્ષિણ આફ્રિકાથી પરત ફરી રહેલ ઈઝરાયેલી નાગરિકોને હવે સ્પેશિયલ કોરોના વાયરસ હોટેલોમાં ક્વોરેન્ટાઇન હેઠળ રહેવું પડશે. યુકેના નાગરિકો ઉપર નેધરલેંડ, બેલ્જીયમ, ઇટાલીમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો છે.